ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLAના દીકરાના ગોડાઉન પર તંત્રની તવાઈ, ભેળસેળિયા પશુ ખોળ વાળું ગોડાઉન સીલ, 25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 09:34 PM, 12 October 2026
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના અંબાસણ નજીક પશુઓ માટેના ખોળના ગોડાઉન સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ITC કોમર્શિયલ કંપનીના ગોડાઉનને સીલ કરી અંદાજે 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગોડાઉનમાં સંગ્રહિત ખોળનો જથ્થો એક્સપાયર થઈ ગયો હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

1 લાખ 28 હજાર 622 બોરી ખોળનો જથ્થો સિઝ
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ગોડાઉનમાંથી કુલ 1 લાખ 28 હજાર 622 બોરી ખોળનો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. આ જથ્થાનું કુલ વજન 64 લાખ 31 હજાર 100 કિલોગ્રામ, એટલે કે 6,431 ટનથી વધુ થાય છે. પશુઓના આહાર તરીકે ઉપયોગમાં લેવાતા ખોળનો આટલો મોટો જથ્થો એક્સપાયર થયેલી સ્થિતિમાં મળી આવતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

ADVERTISEMENT
25 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે
તંત્ર દ્વારા ગોડાઉનને સીલ કરવાની સાથે અંદર રહેલા ખોળના જથ્થાને કબજામાં લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત 25 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આટલી મોટી માત્રામાં એક્સપાયર થયેલો ખોળ સંગ્રહિત હોવાની બાબતને પગલે તંત્રની કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT

રાજસ્થાનના ધારાસભ્યના પરિવાર સાથે જોડાયેલું ગોડાઉન
ADVERTISEMENT
માહિતી અનુસાર, આ ગોડાઉન રાજસ્થાનના બિકાનેરના ધારાસભ્ય તારાચંદ સારસ્વતના દીકરાની માલિકીનું હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, આ મામલે ગોડાઉનની માલિકી, ખોળના જથ્થાની સમયમર્યાદા અને આગળની કાયદેસરની કાર્યવાહી અંગે તંત્ર તરફથી સત્તાવાર વિગતોની પુષ્ટિ થવી જરૂરી છે.
આ પણ વાંચોઃ પાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, હાથમાં બેનર અને સુત્રોચ્ચાર સાથે કાઢી રેલી
ADVERTISEMENT
હાલમાં ગોડાઉન સીલ કરી ખોળનો વિશાળ જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. આ મામલે તંત્રની તપાસમાં વધુ શું વિગતો સામે આવે છે અને જપ્ત કરાયેલા જથ્થાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો