ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમાર અને SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, 10 મુદ્દામાં જાણો શું લખ્યું
Last Updated: 10:26 PM, 12 October 2026
ADVERTISEMENT
Rahul Gandhi: રાહુલ ગાંધી અને 10 વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં ચૂંટણી પંચના ડિજિટલ ડેટાબેઝની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઇન્ડિયા બ્લોકના નેતાઓ સાથે મળીને SIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. દિવસભરના હોબાળા બાદ સોમવારે સાંજે દાખલ કરાયેલી અરજીમાં રાહુલ ગાંધી મુખ્ય અરજદાર છે, જેમની સાથે વિપક્ષી પક્ષોના 10 અન્ય અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. એટલે કુલ 11 નેતાઓએ અરજી દાખલ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અરજીમાં ચૂંટણી પંચના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવાના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરાઇ છે. અરજીમાં કોર્ટને સમગ્ર SIR પ્રક્રિયાની કાનૂની માન્યતાની તપાસ કરવાની પણ વિનંતી કરવામાં આવી છે. અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું ચૂંટણી પંચે SIR પ્રક્રિયા દ્વારા તેના હેતુથી આગળ તેની સત્તાઓનો ઉપયોગ કર્યો છે. કાનૂની ભાષામાં આને સત્તાનો છન્ન પ્રયોગ(Colourable Exercise of Power) કહેવામાં આવે છે.
ADVERTISEMENT
અરજીમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું SIR લાગુ કરતી વખતે ચૂંટણી પંચે કાનૂની પ્રક્રિયાઓનું પાલન કર્યું હતું. શું મુખ્ય ચૂંટણી કમિશનરે અન્ય બે ચૂંટણી કમિશનરોની સંમતિ વિના નિર્ણયો લીધા હતા? અરજીમાં કઇ 10 મોટી વાત છે.
CEC પર સવાલ... શું મુખ્ય ચૂંટણી કમિશનરે એકલા નિર્ણયો લીધા?
ADVERTISEMENT
અરજીમાં CEC જ્ઞાનેશ કુમાર સામે મુખ્ય આરોપ મૂકવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે મુખ્ય ચૂંટણી કમિશનરે અન્ય બે ચૂંટણી કમિશનરોની જાણકારી અને સંમતિ વિના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેમાં 23 સપ્ટેમ્બર, 2026 ના રોજના ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ બંને ચૂંટણી કમિશનરોએ 10 મહિનાના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. આ વાંધા મતદાર નોંધણી, નામ કાઢી નાખવા, ફરીથી ઉમેરવા અને ડેટા ઍક્સેસ સંબંધિત છે. જોકે, ચૂંટણી પંચનો દાવો છે કે નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા અને વિચારના તફાવતો એક સામાન્ય પ્રક્રિયા છે.
દેશભરમાં SIR કોની મંજૂરીથી લાગૂ કરાયો?
ADVERTISEMENT
અરજીમાં 24 જૂન 2025 ના આદેશ પર પ્રશ્ન ઉઠાવાયા છે. 28 જુલાઈ 2025 ના રોજ દાખલ કરાયેલી એક RTI માં રાષ્ટ્રવ્યાપી SIR ને મંજૂરી આપતી ફાઇલો માંગવામાં આવી હતી. એવો આરોપ છે કે કમિશને ફક્ત 24 જૂન 2025 ના આદેશ જ પૂરા પાડ્યા હતા. દરમિયાન કમિશને 26 સપ્ટેમ્બર, 2026 ના રોજ એક પ્રેસ રિલીઝમાં સર્વસંમતિથી મંજૂરીનો દાવો કર્યો હતો. અરજીમાં મૂળ ફાઇલોની માંગ કરવામાં આવી છે.
TN શેષન નિર્ણયનો ઉલ્લેખ
ADVERTISEMENT
આ અરજીમાં TN શેષન વિરુદ્ધ ભારત સંઘના કેસમાં સુપ્રીમ કોર્ટના 1995 ના બંધારણીય બેંચના નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુજબ CEC પાસે અન્ય ચૂંટણી કમિશનરો કરતાં વધુ નિર્ણયો લેવાની સત્તા નથી. 2023 કાયદાની કલમ 18 હેઠળ, શક્ય હોય ત્યાં સર્વસંમતિથી અને અસંમતિના કિસ્સામાં બહુમતીથી નિર્ણયો લેવા જોઈએ. અરજદારો દલીલ કરે છે કે ફક્ત સામૂહિક સત્તાનો ઉપયોગ બંધારણની કલમ 324નું ઉલ્લંઘન કરી શકે છે.
ફોર્મ-6 માં થયેલા ફેરફારો પર પ્રશ્ન
ADVERTISEMENT
આ અરજી જુલાઈ 2026 દરમિયાન ઓનલાઈન ફોર્મ-6 માં કરવામાં આવેલા કથિત ફેરફારોને ગેરકાયદેસર ગણાવે છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે અરજદારોને જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું કે તેમના અથવા તેમના સંબંધીઓના નામ અગાઉના SIR મતદાર યાદીમાં દેખાયા હતા કે નહીં. અરજદારોના મતે ચૂંટણી નોંધણી નિયમો, 1960 માં આ હેતુ માટે સુધારો કરવામાં આવ્યો ન હતો. અરજીમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટે 5 ઓક્ટોબરે મૌખિક રીતે સ્પષ્ટતા કરી હતી કે તેણે સુધારેલા ફોર્મને મંજૂરી આપી નથી.
ECINET અને ERONET નું સ્વતંત્ર ઓડિટ
આ અરજીમાં ચૂંટણી પંચના ડિજિટલ પ્લેટફોર્મ ECINET અને ERONET નું સ્વતંત્ર ટેકનિકલ ઓડિટની માંગ કરી છે. પ્રશ્ન એ છે કે મતદાર રેકોર્ડ કોણ બદલી શકે છે અને શું ફેરફારોના રેકોર્ડ સાચવવામાં આવે છે. કેટલાક રીપોર્ટને ટાંકીને આરોપ લગાવાયા છે કે સોફ્ટવેરમાં પુનઃસ્થાપિત કરવાની સુવિધા નહી હોવાથી હટાવાયેલા મતદારોને ફરીથી ઉમેરવામાં નથી આવતા. અરજદારોએ ચૂંટણી પંચની આંતરિક સમીક્ષાને અપૂરતી ગણાવી છે.
લગભગ 13 કરોડ મતદારોના નામનો મામલો
આ અરજીમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મતદાર યાદીમાંથી આશરે 13 કરોડ નામો કાઢી નાખવાનો આરોપ લગાવતા બીજા એક પેન્ડિંગ કેસનો ઉલ્લેખ છે. જોકે ચૂંટણી પંચના મતે આ સંખ્યા અંતિમ કાઢી નાખવામાં આવેલ મતદારોની નથી, પરંતુ ડ્રાફ્ટ તબક્કે ગેરહાજર, સ્થાનાંતરિત, મૃત અથવા ડુપ્લિકેટ તરીકે ચિહ્નિત થયેલ મતદારોનું છે. અરજીમાં લાયક મતદારોના સંભવિત કાઢી નાખવાની તપાસની માંગ કરવામાં આવી છે.
ફોર્મ-7 દ્વારા સામૂહિક વાંધાઓનો મુદ્દો
આ અરજી ફોર્મ-7 દ્વારા દાખલ કરાયેલા કાઢી નાખવા સામે મોટી સંખ્યામાં વાંધાઓ પર ચિંતા વ્યક્ત કરે છે. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં નકલી નામો અને ખોટી ઘોષણાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચોક્કસ સમુદાયો અને મહિલાઓને લક્ષ્ય બનાવવા અને પૂરતી સૂચના કે સુનાવણી વિના કાઢી નાખવાના પણ આરોપો છે. અરજદારો કડક સુરક્ષા અને જવાબદારીની માંગ કરે છે.
પંજાબમાં 20.66 લાખ નામો ઓછા થયાનો દાવો
પંજાબનું ઉદાહરણ આપતા અરજીમાં જણાવાયું છે કે 13 ઓગસ્ટ 2026 ના રોજ રજૂ કરાયેલી મતદાર યાદીમાં જૂનમાં આશરે 2.14 કરોડ મતદારોની સરખામણીમાં 20.66 લાખ નામો ઓછા થયા હતા. વધુમાં 12.80 લાખ મતદારોને જૂની યાદીઓ સાથે મેપ કરી શકાયા ન હતા અને તેમની પાસેથી દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. અંતિમ યાદી 12 ઓક્ટોબરના પ્રકાશિત થવાની હતી. અરજીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે લાયક મતદારોને પૂરતો સમય અને અસરકારક નિવારણ આપવામાં આવશે નહીં.
EVM કાર્ય પ્રક્રિયાઓની તપાસની માંગ
અરજીનો અવકાશ ફક્ત SIR પૂરતો મર્યાદિત નથી. તે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) સંબંધિત નીતિઓ, તકનીકી માળખું, ઉપયોગ અને સંચાલન પ્રક્રિયાઓની સ્વતંત્ર સમીક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય ધોરણો અને શ્રેષ્ઠ પ્રક્રિયાઓ સાથે સરખામણી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચોઃ National / રાહુલ ગાંધીની ગાડી પર અખિલેશ-તેજસ્વી પણ સવાર, માર્ચમાં કેટલાય વકીલો પણ સામેલ થયા
નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિ
અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટને એક સ્વતંત્ર સમિતિ ગઠિત કરવાની માંગ કરી છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કરે અને તેમાં તકનીકી નિષ્ણાતો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. સમિતિએ ચૂંટણી ડેટાબેઝ, SIR ના અમલીકરણ અને EVM સંબંધિત પ્રક્રિયાઓની તપાસ કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ