ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર ઘોઘાના કસ્બાતીવાડામાં યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત
Last Updated: 10:21 PM, 12 October 2026
ADVERTISEMENT
ભાવનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. છેલ્લા 48 કલાકમાં હત્યાની બીજી ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ઘોઘાના કસ્બાતીવાડા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, કસ્બાતીવાડા વિસ્તારમાં મોઇન મોસીનભાઈ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર ઇજાઓ પહોંચતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં કસ્બાતીવાડા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવક પર કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
બીજી તરફ, પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેમજ જવાબદારો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ MLAના દીકરાના ગોડાઉન પર તંત્રની તવાઈ, ભેળસેળિયા પશુ ખોળ વાળું ગોડાઉન સીલ, 25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર જિલ્લામાં ટૂંકા ગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચાઓ તેજ બની છે. હવે પોલીસ તપાસમાં આ બનાવ અંગે વધુ કઈ વિગતો સામે આવે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.