ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગર મેયર પદ માટે આ નામો છે ચર્ચામાં, પ્રથમ અઢી વર્ષ માટે OBC ઉમેદવારની પસંદગી?

ગાંધીનગર / ગાંધીનગર મેયર પદ માટે આ નામો છે ચર્ચામાં, પ્રથમ અઢી વર્ષ માટે OBC ઉમેદવારની પસંદગી?

Published By: Vishal Khamar
Reported By: Mehul Desai

Last Updated: 02:28 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

: ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે ચર્ચા શરૂ થઈ છે. પ્રથમ અઢી વર્ષ માટે OBC ઉમેદવાર મેયર બને તેવી શક્યતા વચ્ચે વોર્ડ-1ના મહેશ ચૌધરી અને વોર્ડ-5ના કનુ દેસાઈનાં નામ ચર્ચામાં છે.

ADVERTISEMENT

ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત બાદ હવે મેયર પદને લઈને પક્ષમાં ચર્ચાઓ તેજ બની છે. પ્રથમ અઢી વર્ષ માટે OBC વર્ગના ઉમેદવારને મેયર બનાવવાની શક્યતા વચ્ચે ભાજપમાં બે નામો મુખ્યત્વે ચર્ચાઈ રહ્યાં છે. જેમાં વોર્ડ નંબર-1ના મહેશ ચૌધરી અને વોર્ડ નંબર-5ના કનુભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, મેયર પદ માટે મહેશ ચૌધરીનું નામ હાલ મોખરે હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહેશ ચૌધરી બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ગાંધીનગરના અગ્રણી શિક્ષાપત્રી ગ્રુપ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળે છે. તેમના નામને લઈને ભાજપના વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ વોર્ડ નંબર-5ના કનુભાઈ દેસાઈ પણ મેયર પદના દાવેદાર તરીકે ચર્ચામાં છે. કનુભાઈ દેસાઈ અગાઉ ભાજપના સંગઠનમાં મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. સંગઠન ક્ષેત્રનો તેમનો અનુભવ પણ મેયર પદની પસંદગીમાં મહત્ત્વનો બની શકે છે.

આ પણ વાંચોઃ PGVCLના નિવૃત્ કર્મચારી સહીત 3 લોકોની હ*ત્યા, ગુજરાતના આ શહેરોમાં હડકંપ

હાલમાં ભાજપમાં બંને નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, ત્યારે મહેશ ચૌધરી મેયર બનવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મેયર પદ માટે અંતિમ નિર્ણય ભાજપના મોવડીમંડળ દ્વારા લેવામાં આવશે.હવે સૌની નજર ભાજપની સત્તાવાર જાહેરાત પર ટકેલી છે. ગાંધીનગરના પ્રથમ અઢી વર્ષના મેયર તરીકે કોની પસંદગી થાય છે અને પક્ષ કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Mayor BJP Gandhinagar Gandhinagar Municipal Corporation Election

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ