ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / PGVCLના નિવૃત્ કર્મચારી સહીત 3 લોકોની હ*ત્યા, ગુજરાતના આ શહેરોમાં હડકંપ

ક્રાઈમ / PGVCLના નિવૃત્ કર્મચારી સહીત 3 લોકોની હ*ત્યા, ગુજરાતના આ શહેરોમાં હડકંપ

Published By: Vishal Khamar

Last Updated: 01:34 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વધી રહેલ હત્યાના બનાવને લઈ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબી, રાજકોટ અને જામનગરમાં હત્યાનો બનાવ બનવા પામ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

ADVERTISEMENT

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે અનિલ જાદવ નામના યુવકના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઘા મારી તેની હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું છે. મોડી સાંજ સુધી અનિલ વાડીએથી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન વાડીમાંથી જ અનિલનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. યુવકની હત્યા પાછળનું કારણ શું છે અને આ ગુનામાં કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રાજકોટમાં આંબેડકર ચોક પાસે યુવકની જાહેરમાં કરાઈ હત્યા

રાજકોટના આંબેડકર ચોક પાસે જૂની અદાવતમાં યુવકની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પરેશ ચૌહાણ નામના યુવક પર ગઈકાલે મોડી રાત્રે કાના પરમાર અને રાધે રાઠોડ નામના બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા પરેશ ચૌહાણનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક પરેશ ચૌહાણને અગાઉ રાધે રાઠોડ સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જૂની તકરારને પગલે હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ તહેવાર પહેલાં સુરતમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ

જામનગરના લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની હત્યા

જામનગરના લાલપુરમાં PGVCLના નિવૃત્ત કર્મચારીની હત્યાની ઘટના સામે આવી છે. મનસુખ વાછાણી નામના નિવૃત્ત કર્મચારીનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૃતકની પત્ની અને પુત્ર અમદાવાદમાં રહેતા હોવાથી મનસુખ વાછાણી ઘરે એકલા રહેતા હતા. દરમિયાન તેમના ઘરની લાઈટો બંધ અને ઘરનું તાળું તૂટેલું જોઈ પાડોશીઓને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન ઘરમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ અને આરોપીઓની ઓળખ સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chandragadh village murder Halvad murder news Morbi murder case

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ