ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 07:45 AM, 13 October 2026
1/6
નવરાત્રિના ત્રીજા દિવસે 13 ઓક્ટોબરે મા દુર્ગાના ત્રીજા સ્વરૂપ મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે. ધાર્મિક માન્યતા મુજબ તેમની આરાધનાથી સાહસ, આત્મવિશ્વાસ અને નિર્ભયતાની ભાવના વધે છે. જ્યોતિષમાં મા ચંદ્રઘંટાનો સંબંધ મંગળ ગ્રહ સાથે માનવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કેવી રીતે કરવી અને મહિષાસુરના વધ સાથે જોડાયેલી કથા શું છે તે જાણીએ.
2/6
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર શોભતો હોવાથી તેમને ચંદ્રઘંટા નામ મળ્યું છે. માતાનાં દસ હાથમાં વિવિધ અસ્ત્ર-શસ્ત્ર શોભે છે. દેવીનું આ સ્વરૂપ શક્તિ અને સૌમ્યતાનું પ્રતીક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે તેમની આરાધનાથી મનોબળ વધે છે અને ભય દૂર કરવાની પ્રેરણા મળે છે. માતાની પૂજા ભક્તોમાં સાહસ, આત્મવિશ્વાસ અને નિર્ભયતાનો ભાવ વધારે છે.
ADVERTISEMENT
3/6
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર કુંડળીમાં મંગળ નબળો હોય અથવા મંગળ દોષ હોય તો મા ચંદ્રઘંટાની આરાધના કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે લાલ વસ્ત્રો પહેરીને માતાને લાલ ફૂલ અને તાંબાનો સિક્કો અથવા તાંબાની કોઈ વસ્તુ અર્પણ કરી શકાય છે. માતાને હલવો અથવા સૂકામેવાનો ભોગ ધરાવવાની પણ પરંપરા છે. ત્યારબાદ મા ચંદ્રઘંટાના મંત્રનો જાપ કરીને મંગળ ગ્રહના મંત્ર ‘ૐ અં અંગારકાય નમઃ’નો જાપ કરવો. ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાય મંગળની અશુભ અસર ઘટાડવા માટે કરવામાં આવે છે.
4/6
દેવી પુરાણમાં વર્ણવાયેલી કથા અનુસાર એક સમયે દેવતાઓ અને દૈત્યરાજ મહિષાસુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો અને મહિષાસુરે ઇન્દ્રનું સિંહાસન છીનવીને સમગ્ર બ્રહ્માંડ પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. સંકટમાં મુકાયેલા ઇન્દ્ર સહિતના દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની શરણ લીધી. દેવતાઓની દુર્દશા જોઈને ત્રિમૂર્તિએ પોતાની શક્તિનું સંચાર કર્યું, જેમાંથી એક શક્તિશાળી દેવી પ્રગટ થયાં. દેવીનાં દસ હાથમાં વિવિધ દેવતાઓએ આપેલાં દિવ્ય અસ્ત્ર-શસ્ત્ર શોભવા લાગ્યાં. ભગવાન શિવે તેમને ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ ચક્ર અર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
5/6
કથા અનુસાર ઇન્દ્રે માતાને પોતાનું વજ્ર અર્પણ કર્યું હતું. સૂર્યદેવે તેમને તેજસ્વી કિરણો, ચમકતી તલવાર અને ભયંકર સિંહ ભેટમાં આપ્યાં હતાં. વિવિધ દેવતાઓ પાસેથી મળેલાં દિવ્ય શસ્ત્રો અને શક્તિથી સજ્જ થઈને દેવી મહિષાસુર અને તેની સેનાનો સામનો કરવા આગળ વધ્યાં. ત્યારબાદ માતાએ મહિષાસુર અને તેના કુળનો સંહાર કરીને દેવતાઓને ભય અને સંકટમાંથી મુક્ત કર્યા. આ કથા દેવીની અદમ્ય શક્તિ, સાહસ અને દુષ્ટતા પર સત્યના વિજયનું પ્રતીક માનવામાં આવે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ