ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / આજે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ, સવારે 9 વાગ્યાથી શરુ થશે મતગણતરી

રાજનીતિ / આજે ગાંધીનગર મનપાની ચૂંટણીનું પરિણામ, સવારે 9 વાગ્યાથી શરુ થશે મતગણતરી

Published By: Hiralal Parmar
Reported By: Mehul Desai

Last Updated: 08:29 AM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર મનપા સહિત આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરુ થશે.

ADVERTISEMENT

ગાંધીનગર મનપા સહિત નગરપાલિકામાં કોનું શાસન આવશે તેની આજે ખબર પડી જશે. ગાંધીનગર મહાનગરપાલિકા, દ્વારકા જિલ્લા પંચાયત, પડધરી તાલુકા પંચાયત, ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે.

ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામો પર ખાસ નજર

આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ખાસ ચર્ચાનો વિષય બની છે. રાજ્યની રાજધાનીનું વહીવટી કેન્દ્ર હોવાને કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને રાજકીય રીતે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. શહેરના રસ્તા, પાણીની વ્યવસ્થા, સફાઈ, ગટર વ્યવસ્થા, જાહેર સુવિધાઓ અને શહેરી વિકાસ જેવા મુદ્દાઓ સ્થાનિક ચૂંટણીમાં મતદારોના નિર્ણયને અસર કરી શકે છે. હવે મતગણતરી દરમિયાન મતદારોએ કયા ઉમેદવારો અને પક્ષો પર વિશ્વાસ મૂક્યો છે તે જાણવા મળશે.

આજે કોનું પરિણામ

ગાંધીનગર મહાનગરપાલિકા-44 વોર્ડ

ખેરાલુ નગરપાલિકા : વોર્ડ નંબર 1

છોટાઉદેપુર નગરપાલિકા : વોર્ડ નંબર 4

બાયડ નગરપાલિકા : વોર્ડ નંબર 3

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત : ભાડથર બેઠક

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયત : થોરીયાળી બેઠક

કઈ બેઠક પર કેટલું મતદાન નોંધાયું હતું?

11 ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં વિવિધ સંસ્થાઓ અને બેઠકો પર અલગ-અલગ મતદાન નોંધાયું હતું. થરા નગરપાલિકામાં સૌથી વધુ 81.18 ટકા મતદાન થયું હતું, જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં 59.25 ટકા મતદાન નોંધાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

gandhinagar news Gandhinagar Municipal Corporation election Gandhinagar Municipal election

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ