ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ક્રિકેટરોના કરોડો ડૂબાડનાર પોન્ઝી સ્કીમ મામલે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ, CID ક્રાઇમ પાસે માગ્યો રિપોર્ટ
Last Updated: 09:02 AM, 13 October 2026
ADVERTISEMENT
બીઝેડ ગ્રુપના સ્થાપક ભૂપેન્દ્ર ઝાલા સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવ સહિત બીજા લોકોનો આરોપ છે પોન્ઝી સ્કીમને નામે ભૂપેન્દ્ર ઝાલાએ તેમને ઊંચા વળતરની લાલચ આપીને કરોડોની છેતરપિંડી કરી હતી. ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે હવે આ કેસમાં CID ક્રાઇમ પાસે અહેવાલ માગ્યો છે.
ADVERTISEMENT
પૂર્વ મેનેજર ધવલ શાહે ક્રિકેટરોને ફસાવ્યાં
પૂર્વ મેનેજર ધવલ શાહે મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા માટે વિશ્વાસપાત્ર એજન્ટ તથા મીડલમેન તરીકે કામ કર્યું હતું. ધવલ શાહે ક્રિકેટરો સાથે ગાઢ સંબંધો કેળવ્યા બાદ ધવલ શાહ, વિરલ શાહ અને પુનિતા શાહે દિગ્ગજ ક્રિકેટરો તેમજ તેમના પરિવારજનોને ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવીને ક્રિકેટરોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ આ નાણાં ક્રિકેટરોને અંધારામાં રાખીને ખોટી રીતે ડાયવર્ટ કરી દેવાયા હતા. વળતર ચૂકવવાનો સમય આવ્યો ત્યારે તમામ આરોપીઓએ હાથ ઊંચા કરી દઈ નાણાં ચાઉં કરી લીધા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : રાહુલ ગાંધીની અરજીમાં 14 ભૂલ, ફી ₹220 ઓછી, સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી 'ઉડી ગઈ'
કોણ છે ધવલ શાહ?
ADVERTISEMENT
ધવલ શાહ ગુજરાત ટાઇટન્સના પૂર્વ મેનેજર છે. તેની સામે અને સુનિતા શાહ અને વિરલ શાહ સામે પણ તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ 3 વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો