ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરના ગરબામાં તિલક કાર્યક્રમમાં ચોંકાવનારુ પકડાયું, પોલીસમાં મચી દોડધામ, શું બન્યું?
Last Updated: 06:37 AM, 13 October 2026
ADVERTISEMENT
ગાંધીનગરમાં ગરબામાંથી બે વિધર્મી પકડાયા હતા. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરી દીધા હતા. બજરંગ દળ દ્વારા તિલકનો કાર્યક્રમ યોજાયો હતો જે દરમિયાન આ બે વિધર્મીઓ પકડાયા હતા. એક વિધર્મીએ પોતાનું હિન્દુ નામ રાખ્યુ હતુંય હિંદુ નામ ધારણ કરીને તેઓ બન્ને ગરબાના સ્થળમાં પ્રવેશ્યા હતા પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. તિલક દરમિયાન 2 વિધર્મીઓને પકડવામાં આવ્યા હતા જેમને પોલીસને હવાલે કરી દેવાયા હતા.
ADVERTISEMENT
વડોદરામાં ગરબા આયોજકોએ શું પગલું ભર્યું?
વડોદરામાં નવરાત્રિમાં અનિચ્છનીય બનાવ ન બને અને ગરબાની પવિત્રતા જળવાઈ રહે તે માટે આયોજકો દ્વારા કેટલાક પગલાં ભરવામાં આવ્યાં છે. અસામાજિક તત્વો કે વિધર્મીઓ ખોટી રીતે ઓળખ છુપાવીને કે ખોટા આશયથી ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન કરી શકે અને ખેલૈયાઓની સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક આચારસંહિતા ઘડવામાં આવી છે.
ADVERTISEMENT
તિલક કરનારને જ ગરબામાં એન્ટ્રી મળશે
સુરતમાં બજરંગ દળે નવરાત્રિ માટે કેટલીક શરતો મૂકી હતી જેમાં તિલક કરનારને જ ગરબામાં એન્ટ્રી મળશે અને વિધર્મીઓને કોઈ પણ રીતે ગરબામાં એન્ટ્રી નહીં મળે. આયોજનમાં બાઉન્સર અને સાઉન્ડ સિસ્ટમ પણ હિન્દૂ હોવા જોઈએ. વિધર્મીઓ બહેન દીકરીઓને ફસાવે છે તેથી તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : નાયબ મામલતદાર સહિત 2 લોકોના મોત, ડાંગના આહવા-વઘઈ રોડ પર કાર રેલિંગ તોડીને નદીમાં ખાબકી
ઓગણજ નજીક પાર્ટી પ્લોટમાંથી વિધર્મી યુવક ઝડપાયો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, ઓગણજ નજીક આવેલા એક પાર્ટી પ્લોટમાંથી આવો જ એક વિધર્મી યુવક ઝડપાયો હતો. VHP ની ટીમ દ્વારા જ્યારે ખેલૈયાઓની ઓળખ ચકાસવામાં આવી ત્યારે આ યુવક હિન્દુ નામ ધારણ કરીને પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું હતું. આવા યુવકો ગરબાના પ્લોટમાં કોઈ અસામાજિક કે અનૈતિક પ્રવૃત્તિઓ ન કરે તે માટે આ ચકાસણી કરવામાં આવે છે. આ ઘટના બાદ બજરંગ દળે તે યુવકને સબક શીખવાડ્યો હતો અને તેને પાર્ટી પ્લોટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. આ પ્રકારના કિસ્સાઓ ગાંધીનગરમાં પણ સામે આવ્યા છે, જ્યાં છેલ્લા બે દિવસમાં ત્રણ વિધર્મી યુવકો હિન્દુ નામ ધારણ કરીને પકડાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો