ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ઘોઘામાં ખેલાયેલા ખૂની ખેલનો ભેદ ઉકેલાયો; ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા
Last Updated: 11:30 PM, 13 October 2026
ADVERTISEMENT
ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા ટાઉનમાં જૂની અદાવતને પગલે યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બે મહિના અગાઉ થયેલી માથાકૂટની અદાવત રાખીને મોહિન શેખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોહિન શેખનું મોત થયું હતું. ઘટનાને પગલે ઘોઘા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ, મોહિન શેખ પર હુમલો થતાં તેમને સારવાર માટે પ્રથમ ઘોઘા CHC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં બે મહિના અગાઉ થયેલી માથાકૂટની અદાવત આ હત્યા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
હત્યાના ગુનાની તપાસ દરમિયાન ઘોઘા પોલીસને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં અસલમ શેખ, સંજય ઉર્ફે લાલો રમેશભાઈ મેકવાન અને જુલીયન મેકવાનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી અસલમ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ
ADVERTISEMENT
પકડાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. હવે પોલીસ આરોપીઓની પૂછપરછ દરમિયાન હુમલામાં તેમની ભૂમિકા સહિતના અન્ય પાસાઓની તપાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.