ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / નિતેશ તિવારીની 'રામાયણ'માંથી જટાયુનું શાનદાર પોસ્ટર આઉટ, અનુપમ ખેર આપશે અવાજ

photo-story

6 ફોટો ગેલેરી

બોલિવૂડ / નિતેશ તિવારીની 'રામાયણ'માંથી જટાયુનું શાનદાર પોસ્ટર આઉટ, અનુપમ ખેર આપશે અવાજ

Last Updated: 08:42 PM, 13 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

‘રામાયણ’માં જટાયુના નવા પોસ્ટરે ફેંસનું ધ્યાન ખેંચ્યું છે તો બીજી તરફ અનુપમ ખેરના અવાજથી આ વીર પાત્ર વધુ પ્રભાવશાળી બનવાની આશા છે. જેમાં રણબીર કપૂર, યશ અને સની દેઓલ જેવા એક્ટર્સની હાજરી વચ્ચે હવે ફિલ્મના દરેક નવા અપડેટ પર ફેંસની નજર છે.

1/6

photoStories-logo

1. નવું પોસ્ટર

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ને લઈને ફેન્સનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. ફિલ્મના મેકર એક પછી એક મહત્વનાં પાત્રોની ઝલક રજૂ કરી રહ્યા છે ત્યારે હવે મહાકાવ્યના વીર પાત્ર જટાયુનું નવું પોસ્ટર સામે આવ્યું છે. જેની ખાસ વાત એ છે કે જટાયુના પાત્રને અભિનેતા અનુપમ ખેર પોતાનો અવાજ આપશે. આ જાહેરાત સાથે જ ફિલ્મને લઈને ફેન્સની ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. જટાયુના પોસ્ટરે જીતી લીધાં ફેન્સનાં દિલ

‘રામાયણ’ના નવા પોસ્ટરમાં જટાયુનું ભવ્ય અને પ્રભાવશાળી સ્વરૂપ જોવા મળે છે. આ પોસ્ટર સામે આવતાં જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. અગાઉ ફિલ્મનાં અમુક પાત્રોનાં પોસ્ટરને લઈને દર્શકોની પ્રતિક્રિયાઓ મિશ્ર રહી હતી પરંતુ જટાયુના લુકને ઘણા ફેન્સે પસંદ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. જટાયુના પાત્રમાં છે હિંમત અને બલિદાનની ગાથા

રામાયણમાં જટાયુ માત્ર એક પક્ષીનું પાત્ર નથી પરંતુ ધર્મ, સાહસ અને ત્યાગનું પ્રતીક છે. જ્યારે રાવણ માતા સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહ્યો હતો ત્યારે જટાયુએ તેની સામે લડવાની હિંમત બતાવી હતી. રાવણ વધુ શક્તિશાળી હોવા છતાં જટાયુએ સીતાને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જટાયુની આ લડાઈ જીત મેળવવા માટે નહીં પરંતુ અન્યાય સામે ઊભા રહેવા માટે હતી. ફિલ્મના મેકરે પણ પાત્રની આ જ ભાવનાને પોતાના પોસ્ટર દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. 5 નવેમ્બરે સિનેમાઘરોમાં આવશે ‘રામાયણ પાર્ટ 1’

ફિલ્મની રિલીઝને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે. ‘રામાયણ પાર્ટ 1’ 5 નવેમ્બર, 2026ના રોજ ભારતમાં સહિત વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 ઓક્ટોબર, દશેરાના દિવસે શરૂ થવાનું જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મને બે ભાગમાં રજૂ કરવાની યોજના છે. તેનો પહેલો ભાગ આ વર્ષે રિલીઝ થશે, જ્યારે બીજા ભાગને 2027ની દિવાળીના અવસરે સિનેમાઘરોમાં લાવવાની યોજના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. રણબીર રામ, યશ રાવણ અને સની દેઓલ હનુમાનના રૂપમાં

ફિલ્મની સ્ટારકાસ્ટ પણ ખાસ ચર્ચામાં છે. રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ અને સની દેઓલ હનુમાનના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં છે. અરુણ ગોવિલ, લારા દત્તા અને શીબા ચઢ્ઢા સહિતના કલાકારો પણ ફિલ્મનો ભાગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. હવે બોક્સ ઓફિસ પર શું થશે?

મોટી સ્ટારકાસ્ટ, જાણીતી મહાગાથા અને ભવ્ય નિર્માણને કારણે ‘રામાયણ’ પાસેથી અપેક્ષાઓ ઘણી ઊંચી છે. જોકે પોસ્ટરની લોકપ્રિયતા ફિલ્મની સફળતાની ગેરંટી નથી. આખરે દર્શકોને ફિલ્મ કેટલી પસંદ પડે છે તે રિલીઝ પછી જ સ્પષ્ટ થશે. જટાયુના નવા લુકે હાલ પૂરતો ફિલ્મનો માહોલ ગરમાવી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

new poster Jatayu Ramayana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ