ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રશિયન યુવતી અને બિહારના યુવકની લવ સ્ટોરી નીકળી ફેક! વાયરલ કહાની પાછળનું સત્ય આવ્યું સામે

નેશનલ / રશિયન યુવતી અને બિહારના યુવકની લવ સ્ટોરી નીકળી ફેક! વાયરલ કહાની પાછળનું સત્ય આવ્યું સામે

Published By: Nirav Kumar

Last Updated: 10:36 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના યુવક અને રશિયન યુવતીની પ્રેમકહાની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતી પરંતુ હવે આ વાયરલ દાવાઓની હકીકત સામે આવી છે. યુવકની ઓળખ નમિત કુમાર અને યુવતીની ઓળખ બ્રિટિશ નાગરિક એન્ડ્રિયા કોનોલી તરીકે થતાં આખા મામલામાં નવો વળાંક આવ્યો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર છેલ્લા અમુક દિવસોથી એક અનોખી લવ સ્ટોરી જોરદાર વાયરલ થઈ રહી હતી. દાવો કરવામાં આવતો હતો કે રશિયાની જુલીએ બિહારના ભાગલપુરમાં રહેતા રાહુલ યાદવના પ્રેમમાં ભારત આવીને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બંનેના લગ્ન નવેમ્બર મહિનામાં થવાના હોવાની વાતોએ પણ ભારે ચર્ચા જગાવી હતી. જોક આ વાયરલ કહાનીની હકીકત સામે આવતાં જ આખો મામલો પલટાઈ ગયો છે. જેની તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર જે કહાનીને સાચા પ્રેમનું ઉદાહરણ ગણાવવામાં આવતી હતી તે હકીકતથી ઘણી અલગ છે.

વાયરલ વીડિયોમાં યુવકને ભાગલપુરનો રહેવાસી રાહુલ યાદવ અને યુવતીને રશિયાની જુલિ તરીકે ઓળખાવવામાં આવતી હતી. પરંતુ તપાસમાં યુવકની ઓળખ પૂર્ણિયા જિલ્લાના ગઢબનૈલી ગામના નમિત કુમાર તરીકે થઈ છે. બીજી તરફ યુવતીનું નામ એન્ડ્રિયા કોનોલી હોવાનું સામે આવ્યું છે જે બ્રિટનની નાગરિક છે. આમ, સોશિયલ મીડિયા પર જે બે લોકોની પ્રેમકહાનીને લઈને ચર્ચા થઈ રહી હતી તેમની ઓળખ જ ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. આ ખુલાસા બાદ વાયરલ લવ સ્ટોરીના દાવાઓ પર સવાલ ઊભા થયા છે.

આખરે કેવી રીતે શરૂ થઈ આ વાયરલ કહાની?

એન્ડ્રિયા કોનોલી બિહારના પૂર્ણિયા જિલ્લાના કસબા વિસ્તારમાં એક સામાજિક કાર્યક્રમના સંબંધમાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો હતો. તેના ભાગરૂપે મહિલાઓને બકરીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

આ કાર્યક્રમનું વીડિયો શૂટિંગ કરવા માટે નમિત કુમાર પોતાની કેમેરા ટીમ સાથે ત્યાં પહોંચ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેને એન્ડ્રિયા સાથે એક સામાન્ય વીડિયો બનાવ્યો અને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. પરંતુ ત્યારબાદ અમુક સોશિયલ મીડિયા પેજ પર આ વીડિયોને અલગ જ કહાની સાથે રજૂ કરવામાં આવ્યો. સામાન્ય મુલાકાતને પ્રેમસંબંધનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું અને જોતજોતામાં આ વીડિયો વાયરલ થઈ ગયો.

વીડિયો વાયરલ થયા બાદ દાવો કરવામાં આવ્યો કે જુલિ 6 મહિના બાદ પોતાના પ્રેમીને મળવા ભારત આવી છે. એટલું જ નહીં યુવકના સામાન્ય ઘરની વાતો, યુવતી દ્વારા ગુલાબ આપીને પ્રેમ વ્યક્ત કરવો અને બંને પરિવારની સંમતિથી નવેમ્બરમાં લગ્ન થવાના હોવા જેવી વાતો પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી.આ દાવાઓને કારણે લોકોમાં આ કહાની પ્રત્યે ભારે ઉત્સુકતા જોવા મળી હતી. અનેક લોકો તેને સાચા પ્રેમની મિસાલ તરીકે રજૂ કરી રહ્યા હતા.

વધુ વાંચો :SIR પરની બબાલ વચ્ચે SSRની એન્ટ્રી, ચૂંટણી પંચ 17 રાજ્યોમાં પ્રોસેસ શરૂ કરશે, જાણો શું છે SSR?

પરંતુ નમિત કુમારે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, તે એક એનજીઓના કાર્યક્રમમાં વીડિયો બનાવવા ગયો હતો. ત્યાં બનાવવામાં આવેલા વીડિયોને પાછળથી ખોટી કહાની સાથે જોડીને રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે સોશિયલ મીડિયા પર જે પ્રેમસંબંધની ચર્ચા ચાલી રહી હતી તેને સમર્થન આપતા તથ્યો સામે આવ્યા નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

love story Russian woman viral claims

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ