ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં નેહા બોરાને કેમ કરી આગળ? કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ આપ્યો સણસણતો જવાબ!

નેશનલ / રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં નેહા બોરાને કેમ કરી આગળ? કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ આપ્યો સણસણતો જવાબ!

Published By: Pravin Joshi

Last Updated: 08:22 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન બાદ રાહુલ ગાંધીએ NSUI નેતાના બદલે લેફ્ટ સમર્થિત આઈસા (AISA) ની નેતા નેહા બોરાને આગળ કરવા અંગે ચર્ચા જાગી હતી.

ADVERTISEMENT

રાજસ્થાનમાં યુવાનોના પ્રશ્નો, બેરોજગારી, ભરતી પ્રક્રિયામાં અનિયમિતતા અને પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને આયોજિત એક કાર્યક્રમમાં સત્તાપક્ષ અને વિપક્ષના યુવા નેતાઓ વચ્ચે જોરદાર રાજકીય બહેસ જોવા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન બેરોજગારીથી લઈને RPSC ની જવાબદેહી અને દિલ્હીમાં થયેલા વિદ્યાર્થી આંદોલન સુધીના મુદ્દાઓ પર તીખા પ્રહારો કરવામાં આવ્યા હતા. હાલમાં જ દિલ્હીમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના અનેક કાર્યકરો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે, આંદોલન બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કોઈ નેતાને આગળ લાવવાને બદલે ડાબેરી વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલી મહિલા નેતા નેહા બોરાને મંચ પૂરું પાડ્યું હતું. NSUI ના રાષ્ટ્રીય પ્રવક્તા રાહુલ સિંહે આ નિર્ણય પાછળનું ગણિત અને પાર્ટીનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો.

didha - 2026-10-15T202100.968

કોઈ એક ચહેરા કે પક્ષનું આંદોલન નથી: NSUI

જ્યારે કોંગ્રેસના નેતાને પૂછવામાં આવ્યું કે જ્યારે NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડ પોતે યુવાનોના મુદ્દે સતત સંઘર્ષ કરી રહ્યા છે, તો પછી નેહા બોરા જેવા અન્ય ચહેરાઓને આગળ કરવાની જરૂર કેમ પડી? આ સવાલનો જવાબ આપતાં NSUI ના રાષ્ટ્રીય પ્રવક્તા રાહુલ સિંહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનો ઉદ્દેશ્ય આંદોલનને માત્ર એક ચહેરા કે કોઈ ચોક્કસ વ્યક્તિ સુધી સીમિત રાખવાનો નથી. કોંગ્રેસ માને છે કે વિદ્યાર્થી અને યુવા આંદોલન કોઈ એક રાજકીય પક્ષનું નથી પરંતુ સમગ્ર દેશના યુવાનોનો સાઝો સંઘર્ષ છે. દેશના તમામ યુવાનોએ મળીને આ લડાઈ લડવાની છે.

didha - 2026-10-15T202129.445

મહિલા કાર્યકરો પર દિલ્હી પોલીસના અત્યાચાર સામે વિરોધ

રાહુલ સિંહે નેહા બોરાને આગળ લાવવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ દ્વારા જે રીતે મહિલા પ્રદર્શનકારીઓને નિશાન બનાવવામાં આવી રહી છે, તેની સામે મહિલા નેતાઓને પોતાની વાત રજૂ કરવાનો મંચ મળવો અત્યંત જરૂરી છે. તેમણે આક્ષેપ કર્યો કે અમિત શાહની દિલ્હી પોલીસ દ્વારા નેહા બોરા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને જ્યારે પણ કોઈ મહિલા કાર્યકર સાથે આવું વર્તન થશે, ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ તેની પડખે મજબૂતાઈથી ઊભા રહેશે. તેમણે ઉમેર્યું કે યુવાનોનું આંદોલન માત્ર કોંગ્રેસ કે NSUI પૂરતું સીમિત નથી, પરંતુ તે દેશના કરોડો યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે. પેપર લીક, NEET પરીક્ષામાં ગડબડી અને વિદ્યાર્થીઓ પર થતા પોલીસ દમન જેવા મુદ્દાઓ પર તમામ વિદ્યાર્થી સંગઠનોએ એકસાથે આવવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે દેશના યુવાનોના હિત માટે ABVP ના યુવાનોએ પણ આ સંયુક્ત લડાઈમાં જોડાવું જોઈએ.

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, યુવરાજ સિંહ બન્યો ટીમનો આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ

2023 થી ચાલી રહ્યો છે સંઘર્ષ

પોતાના આંદોલનકારી અનુભવો શેર કરતાં રાહુલ સિંહે જણાવ્યું કે તેઓ વર્ષ 2023 થી NEET અને પેપર લીક જેવા મુદ્દાઓ પર સતત રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ અનેકવાર જેલ જવું પડ્યું છે અને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. કોઈ આંદોલનની સફળતા માત્ર યુનિવર્સિટીની ચૂંટણી જીતવા કે હારવાથી નક્કી નથી થતી, પરંતુ નીતિઓમાં બદલાવ લાવવા અને યુવાનોની સમસ્યાઓને જાહેર ચર્ચાના કેન્દ્રમાં લાવવી એ જ અસલી સફળતા છે. કોંગ્રેસ પક્ષ જાતિ, વર્ગ કે લિંગના ભેદભાવથી ઉપર ઉઠીને જમીની સ્તરે લડતા તમામ યુવાનોને પ્રોત્સાહિત કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NSUI NehaBora RahulGandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ