ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 'ધ મમી' નો ખુંખાર વિલન હવે ભારતીય સિનેમામાં! વિજય દેવરકોંડાની 'રણબલી' થી એક્ટર અર્નોલ્ડ વોસ્લૂનું શાનદાર ડેબ્યૂ

મનોરંજન / 'ધ મમી' નો ખુંખાર વિલન હવે ભારતીય સિનેમામાં! વિજય દેવરકોંડાની 'રણબલી' થી એક્ટર અર્નોલ્ડ વોસ્લૂનું શાનદાર ડેબ્યૂ

Published By: Pravin Joshi

Last Updated: 04:57 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૉલીવુડની વિખ્યાત 'ધ મમી' સિરીઝમાં ખુંખાર વિલન 'ઇમહોતેપ'ની ભૂમિકાથી વિશ્વભરમાં જાણીતા બનેલા એક્ટર અર્નોલ્ડ વોસ્લૂ હવે તેલુગુ પીરિયડ ફિલ્મ 'રણબલી' દ્વારા ભારતીય સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

ADVERTISEMENT

હૉલીવુડના દિગ્ગજ અભિનેતા અર્નોલ્ડ વોસ્લૂ, જેમને સમગ્ર વિશ્વ 'ધ મમી' સિરીઝના અમર અને ભયાનક પાત્ર 'ઇમહોતેપ' માટે ઓળખે છે, હવે પ્રથમ વખત ભારતીય સિનેમાના મોટા પડદા પર નજરે પડશે. દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આગામી મોટો બજેટની પીરિયડ ફિલ્મ 'રણબલી' દ્વારા તેઓ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ડેબ્યૂ કરી રહ્યા છે. આ બહુચર્ચિત ફિલ્મની જાહેરાત આ વર્ષે રિપબ્લિક ડે ના રોજ કરવામાં આવી હતી. હાલમાં જ રિલીઝ થયેલા ટ્રેલરને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. તમામ આતુરતા વચ્ચે આ ફિલ્મ આ જ અઠવાડિયે 16 ઓક્ટોબરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

બ્રિટિશ અફસર 'સર થિયોડોર હેક્ટર' ના રોલમાં

ફિલ્મ 'રણબલી' માં અર્નોલ્ડ વોસ્લૂ એક અત્યંત ક્રૂર અને ખુંખાર બ્રિટિશ શાસનના અધિકારી તેમજ મુખ્ય વિલન 'સર થિયોડોર હેક્ટર'ના પાત્રમાં જોવા મળશે. કોઈ પણ ભારતીય ફિલ્મમાં તેમનો આ પહેલો અભિનય છે, જેનાથી તેમના ગ્લોબલ કરિયરમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ બ્રિટિશ શાસનકાળની ભયાનક વાસ્તવિકતા અને ઈતિહાસના કાળી કાળી કડીઓને દુનિયા સમક્ષ લાવવાનો પ્રયાસ કરે છે, જેમાં હૉલીવુડના આ વિલનની હાજરી ફિલ્મને વૈશ્વિક સ્તર પર લઈ જાય છે.

થીએટરથી લઈને હૉલીવુડ સુધીની સફર

અર્નોલ્ડ વોસ્લૂનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમના માતા-પિતા બંને રંગમંચ (સ્ટેજ) ના કલાકારો હતા અને તેમના પિતા ડ્રાઇવ-ઇન સિનેમા ચલાવતા હતા. શાળાઓનો અભ્યાસ અને મિલિટ્રી સર્વિસ પૂરી કર્યા બાદ તેમણે 'ટેક્નિકોન પ્રિટોરિયા' માંથી ડ્રામાનું વ્યાવસાયિક શિક્ષણ મેળવ્યું, જેણે તેમની એક્ટિંગ સ્કિલને મજબૂત પાયો આપ્યો. તેમણે પોતાના કરિયરની શરૂઆત સાઉથ આફ્રિકાના થિયેટર અને ફિલ્મોથી કરી હતી. નવ્વાણુંના દાયકાના અંતમાં અમેરિકા (હૉલીવુડ) જવું તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. વર્ષ 1999 ની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધ મમી' અને તેની સિક્વલ 'ધ મમી રિટર્ન્સ' (2001) માં તેમના 'ઇમહોતેપ' ના પાત્રે તેમને રાતોરાત વૈશ્વિક ખ્યાતિ અપાવી હતી. આ ઉપરાંત તેમણે 'હાર્ડ ટાર્ગેટ' (1993), 'બ્લડ ડાયમંડ' (2006), 'G.I. જો: ધ રાઇઝ ઓફ કોબ્રા' (2009) જેવી ચર્ચિત હૉલીવુડ ફિલ્મો અને '24' તથા 'NCIS' જેવા હિટ ટીવી શોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

આ પણ વાંચોઃ ''મારી સાથે સૂવું પડશે'', કોણ છે એ ફિલ્મ ડાયરેક્ટર, જેને પોતાનાથી નાની એક્ટ્રેસને કરી હતી અશ્લિલ ડિમાન્ડ

બ્રિટિશ શાસનના કાળા ઈતિહાસ પર આધારિત છે ફિલ્મ

'રણબલી' ની કહાની 1854 થી 1878 વચ્ચે બ્રિટિશ ભારત દરમિયાન પડેલા ભયાનક દુકાળ અને માનવસર્જિત ટ્રેજેડી પર આધારિત છે. એ એવો કાળો સમયગાળો હતો જ્યારે માત્ર 40 વર્ષના ગાળામાં આશરે 10 કરોડ ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને દેશમાંથી 45 ટ્રિલિયન ડોલરની ભારે સંપત્તિ લૂંટી લેવામાં આવી હતી. પ્રમોદ તમિનેની દ્વારા લિખિત અને રાહુલ સાંકૃત્યાયન દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તામાં આ ટ્રેજેડીને હિટલરના હોલોકોસ્ટ કરતા પણ મોટો નર સંહાર ગણાવવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ArnoldVosloo VijayDeverakonda Ranabali

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ