ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પાવાગઢમાં ગુડ્સ રોપ-વેનો એ જ કેબલ ફરી તૂટ્યો, મશીનરી કેબિનમાં ઘૂસી, સદનસીબે જાનહાનિ નહીં

ગુજરાત / પાવાગઢમાં ગુડ્સ રોપ-વેનો એ જ કેબલ ફરી તૂટ્યો, મશીનરી કેબિનમાં ઘૂસી, સદનસીબે જાનહાનિ નહીં

Published By: Nidhi Panchal
Reported By: Vivek Suthar

Last Updated: 11:45 AM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલના પાવાગઢમાં માલવાહક ગુડ્સ રોપ-વેનો કેબલ ફરી તૂટતાં ચકચાર મચી છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે પેસેન્જર રોપ-વે સુરક્ષિત અને રાબેતા મુજબ કાર્યરત છે.

ADVERTISEMENT

પંચમહાલના પાવાગઢમાં ગુડ્સ રોપ-વેના કેબલને નુકસાન થતાં ફરી એકવાર સુરક્ષાને લઈને ચર્ચા શરૂ થઈ છે. ખાસ વાત એ છે કે જે કેબલ અગાઉ તૂટ્યો હતો, એ જ કેબલ ફરી તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે માલવાહક રોપ-વેની મશીનરી પહેલા અને બીજા ટાવર પરથી પરત આવીને ઓપરેશન કેબિનમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કેબલને નુકસાન કયા કારણોસર થયું તે હજુ સુધી જાણી શકાયું નથી.

Pavagadh Ropeway Close 01

પાવાગઢમાં માલસામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ-વેનું સંચાલન હાલ ઉષા બ્રેકો દ્વારા કરવામાં આવે છે. આ માલવાહક રોપ-વેનો કેબલ તૂટતાં તેની સાથે જોડાયેલી ટ્રોલી અને મશીનરી ઓપરેશન કેબિનમાં પરત આવી હતી. કેબલને નુકસાન થવાને કારણે મશીનરી પહેલા અને બીજા ટાવર પરથી પાછી આવીને રોપ-વેના કેબિનમાં ઘૂસી ગઈ હતી.

વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે અગાઉ જે તાર તૂટ્યો

આ ઘટનામાં સૌથી વધુ ધ્યાન ખેંચતી બાબત એ છે કે અગાઉ જે તાર તૂટ્યો હતો, એ જ તાર ફરી તૂટ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક જ કેબલ સાથે ફરી આવી ઘટના બનતાં તેની પાછળનું કારણ શું છે અને કેબલની તપાસ કરવામાં આવી હતી કે નહીં તેવા સવાલો ઊભા થયા છે. જોકે, હાલ કેબલને નુકસાન થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ અંગે તપાસ બાદ જ વધુ વિગતો સામે આવી શકે છે.

તંત્ર દ્વારા સમગ્ર મામલે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી

ઘટનાની જાણ થતાં એસ.ડી.એમ. સહિતના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી કે જાનહાનિ થઈ નથી. તંત્ર દ્વારા સમગ્ર મામલે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ભક્તોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી

બીજી તરફ, પાવાગઢમાં દર્શન માટે આવતા ભક્તોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના માલવાહક ગુડ્સ રોપ-વે સાથે સંબંધિત છે. પેસેન્જર રોપ-વે સુરક્ષિત છે અને રાબેતા મુજબ કાર્યરત છે. તેથી દર્શન માટે આવતા ભક્તોએ અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવો.

આ પણ વાંચો : VIDEO : રાજકોટમાં તન્વી ગોલ્ડના કર્મચારીની હત્યા- લૂંટના CCTV આવ્યાં સામે, જુઓ લૂંટારાઓએ શું કર્યું?

પાવાગઢમાં માલવાહક રોપ-વેના કેબલને વારંવાર નુકસાન થવાની ઘટના હવે તપાસનો વિષય બની છે. ખાસ કરીને અગાઉ તૂટેલો એ જ કેબલ ફરી તૂટ્યો હોવાથી તેની સુરક્ષા અને જાળવણી અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે. હાલ તંત્ર તરફથી પેસેન્જર રોપ-વે સુરક્ષિત હોવાનું જણાવાયું છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pavagadh Ropeway Goods Ropeway Panchmahal

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ