ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં તન્વી ગોલ્ડના કર્મચારીની લૂંટ-હત્યાનો ભેદ ઉકેલાયો, 9 બિનગુજરાતી શખ્સોએ અંજામ આપ્યો

ક્રાઈમ / રાજકોટમાં તન્વી ગોલ્ડના કર્મચારીની લૂંટ-હત્યાનો ભેદ ઉકેલાયો, 9 બિનગુજરાતી શખ્સોએ અંજામ આપ્યો

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 11:28 AM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં તન્વી ગોલ્ડના કર્મચારીની લૂંટ-હત્યાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે 9 બિનગુજરાતી શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

ADVERTISEMENT

રાજકોટ-આજી જીઆઇડીસીમાં તન્વી એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારી લાલભાઈ સરધારાને ગોળી મારી હત્યાનો પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે કહ્યું કે 9 પરપ્રાંતિય શખ્સોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં 9 શખ્સોની સંડોવણી ખુલી છે.

રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગની ધરપકડ કરી છે. તપાસમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે.પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને સાંજ સુધીમાં લૂંટારૂઓને રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે.

1 કિલો સોનું- 3 કિલો ચાંદીની લૂંટ કરીને કરી હત્યા

રાજકોટના આજી વસાહત વિસ્તારમાં તન્વી ગોલ્ડના કર્મચારીની હત્યા અને લૂંટના સીસીટીવી સામે આવ્યાં છે. જ્વેલર્સના કર્મચારીની હત્યા કરીને 1 કિલો સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. લૂંટવા સમયે આરોપીએ જ્વેલર્સના કર્મચારીને છાતીમાં ગોળી ધરબી દીધી હતી. સારવાર દરમિયાન તન્વી ગોલ્ડના કર્મચારી લાલભાઈનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધીને CCTVના આધારે તપાસ શરૂ કરી છે. આજે બપોરે 12 વાગ્યા સુધી સોની બજાર સજ્જડ બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય કર્યો છે. ચાંદીના વેપારીઓ એક દિવસ સંપૂર્ણ બંધ રાખીને લાલભાઈને શ્રદ્ધાંજલિ આપશે.

કર્મચારીની હત્યા અને લૂંટના સીસીટીવી સામે આવ્યાં

કર્મચારીની હત્યા અને લૂંટના સીસીટીવી સામે આવ્યાં છે. જ્વેલર્સના કર્મચારીની હત્યા કરીને 1 કિલો સોનું અને 3 કિલો ચાંદીની લૂંટ કરવામાં આવી હતી. લૂંટવા સમયે આરોપીએ જ્વેલર્સના કર્મચારીને છાતીમાં ગોળી ધરબી દીધી હતી. સારવાર દરમિયાન તન્વી ગોલ્ડના કર્મચારી લાલભાઈનું મોત થયું હતું. પોલીસે ગુનો નોંધીને CCTVના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો : VIDEO : રાજકોટમાં તન્વી ગોલ્ડના કર્મચારીની હત્યા- લૂંટના CCTV આવ્યાં સામે, જુઓ લૂંટારાઓએ શું કર્યું?

શું હતો આખો બનાવ?

આજી વસાહત નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા લૂંટારુઓએ જ્વેલર્સ પેઢીના કર્મચારીને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. કર્મચારીએ લૂંટનો પ્રતિકાર કરતાં એક લૂંટારુએ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં કર્મચારી ઘાયલ થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતું. તનવી ગોલ્ડ પેઢીમાં કામ કરતા 45 વર્ષીય કર્મચારી લાલભાઈ સરધારા અંદાજે એક કિલો સોનું અને બે કિલો ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે શખસોએ તેમની પાસે રહેલો દાગીનાથી ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લાલભાઈએ લૂંટારુઓનો પ્રતિકાર કરતાં એક લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બંને શખસો સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને ઘટનાસ્થળેથી કારમાં ફરાર થઈ ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ