ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:48 AM, 15 October 2026
ADVERTISEMENT
Supreme Court: આ અરજીમાં ECIના નિર્ણયોને પડકારવામાં આવ્યા છે અને SIR પર રોક લગાવવાની માંગ કરી છે. CJI સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્ય બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરશે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટ આજે 15 ઓક્ટોબરે INDIA બ્લોકના નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. CJI સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્ય બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બનેલી બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 13 વ્યક્તિઓએ આ અરજી દાખલ કરી છે.
આ અરજીમાં ECIના નિર્ણયોને પડકારવામાં આવ્યા છે અને SIR પર રોક લગાવવાની માંગ કરે છે. અરજદારોએ મોટી સંખ્યામાં મતદારોના નામ કાઢી નાખવાના મામલે કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી છે. વિપક્ષે મતદાર યાદીમાં કથિત અનિયમિતતાઓ અને "મત ચોરી" સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
ADVERTISEMENT
સુનાવણી પ્રક્રિયા પહેલા પણ પ્રભાવિત થઈ છે. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ અરજીમાં 14 ખામીઓ દર્શાવી હતી, જેના કારણે તેને 13 ઓક્ટોબરે સુનાવણી માટે લિસ્ટ કરવામાં આવી નહોતી. જે ખામીઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમાં અસ્પષ્ટ દસ્તાવેજો, ગુમ થયેલ અથવા વાંચી ના શકાતા પાના, કેટલાક અરજદારો માટે વકાલતનામા નહી હોવા અને કોર્ટ ફીમાં ₹220 ની કમીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ નેશનલ / સરકાર IDBI બેંકમાં વેચશે પોતાનો હિસ્સો, ₹ 52,877 કરોડમાં ડીલ નક્કી થઈ
આ ખામીઓ સુધાર્યા પછી અરજી દાખલ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર આ પ્રક્રિયા દરમિયાન વધુ બે અરજદારો ઉમેરવામાં આવ્યા હતા, જેનાથી અરજદારોની કુલ સંખ્યા 13 થઈ ગઈ હતી. બુધવારે DMRC એ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કર્યો અને બિનશરતી માફી માંગી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ