ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેલૈયાઓને મોડે સુધી રમવાની મોજ પડી જશે, મેટ્રોને લઇ અમદાવાદથી આવ્યા ગુડ ન્યૂઝ
Last Updated: 08:37 PM, 14 October 2026
ADVERTISEMENT
અમદાવાદ: નવરાત્રિ દરમિયાન ગરબા રમવા જતા નાગરિકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સંચાલનનો સમય લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14થી 19 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સેવા રાત્રે 11 વાગ્યાથી વધારીને મધરાતના 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. આ નિર્ણયથી મોડી રાત સુધી ગરબા રમતા લોકો સહિત અન્ય મુસાફરોને ઘરે પરત ફરવામાં સરળતા રહેશે.
ADVERTISEMENT
GMRC દ્વારા જાહેર કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ, વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ અને APMCથી કોટેશ્વર રોડ રૂટ પર મોડી રાત સુધી મેટ્રો ટ્રેનો દોડશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોને દર 30 મિનિટે ટ્રેનની સુવિધા મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નવરાત્રિ દરમિયાન મોડી રાતે મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે રૂ. 50ની સ્પેશિયલ ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધાથી ગરબા સ્થળોએથી ઘરે પરત ફરતા લોકોને રાત્રિના સમયે પરિવહનનો વધુ એક વિકલ્પ મળશે.
હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવા સામાન્ય રીતે સવારે 6:20 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહે છે. જોકે, નવરાત્રિ દરમિયાન મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને સમય લંબાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં વિવિધ સ્થળોએ ગરબાના કાર્યક્રમો યોજાતા હોવાથી મોડી રાત સુધી લોકોની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં મેટ્રો સેવા રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય ગરબા રસિકો અને અન્ય મુસાફરો માટે રાહતરૂપ બનશે. મુસાફરોને મુસાફરી કરતાં પહેલાં સંબંધિત રૂટના સમયપત્રક અને ટિકિટ અંગેની સત્તાવાર માહિતી ચકાસવાની સલાહ આપવામાં આવે છે.
ADVERTISEMENT
Ahmedabad Metro services extended during Navratri from 14–19 October 2026 https://t.co/4Vx3AQoSpV
— Gujarat Metro Rail Corporation (GMRC) Limited (@MetroGMRC) October 14, 2026
કયા રૂટ પર છેલ્લી મેટ્રો ક્યારે મળશે?
ADVERTISEMENT
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ; સમયાંતર - દર 30 મિનિટે ટ્રેન
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:00 વાગ્યે ઉપડશે
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:12 વાગ્યે ઉપડશે
આ રૂટ પર રાત્રે 11:30 વાગ્યાથી મધરાત બાદ 2 વાગ્યા સુધીના સમય દરમિયાન મેટ્રો ટ્રેનોનું દર 30 મિનિટે સંચાલન થશે
APMCથી કોટેશ્વર રોડ; સમયાંતર - દર 30 મિનિટે ટ્રેન
APMCથી કોટેશ્વર રોડ તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:14 વાગ્યે ઉપડશે
કોટેશ્વર રોડથી એપીએમસી તરફ છેલ્લી મેટ્રો રાત્રે 2:07 વાગ્યે ઉપડશે
APMCથી સેક્ટર-1; સમયાંતર - દર 60 મિનિટે ટ્રેન
APMCથી સેક્ટર-1 તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:44 વાગ્યે ઉપડશે
સેક્ટર-1થી APMC તરફ છેલ્લી મેટ્રો રાત્રે 12:38 વાગ્યે ઉપડશે
આ પણ વાંચોઃ પેરેન્ટ્સ સાવધાન! સુરતમાંથી ઝડપાયો બાળકોની દવાના નામે બિલાડીની દવા વેચનારો મેડિકલ સંચાલક
સ્પેશિયલ પેપર ટિકિટ રૂ.50માં મળશે
મેટ્રોના લંબાવાયેલા સંચાલન સમય દરમિયાન પેસેન્જરો માટે રૂ. 50ની સ્પેશિયલ પેપર ટિકિટ ઉપલબ્ધ રહેશે. આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર મળશે અને તેનો ઉપયોગ માત્ર એક જ પેસેન્જર કરી શકશે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી ગરબા રમતા લોકો માટે મેટ્રોનો સમય વધારવાનો નિર્ણય ઉપયોગી સાબિત થશે. ખાસ કરીને ખાનગી વાહન અથવા અન્ય પરિવહનના સાધનો પર નિર્ભર રહેવાને બદલે પેસેન્જરો મેટ્રોનો ઉપયોગ કરીને ઘરે પરત ફરી શકશે. આ સુવિધાથી રાતના સમયે લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ મુક્તિ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.