ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / પેરેન્ટ્સ સાવધાન! સુરતમાંથી ઝડપાયો બાળકોની દવાના નામે બિલાડીની દવા વેચનારો મેડિકલ સંચાલક

કાર્યવાહી / પેરેન્ટ્સ સાવધાન! સુરતમાંથી ઝડપાયો બાળકોની દવાના નામે બિલાડીની દવા વેચનારો મેડિકલ સંચાલક

Published By: Vishal Khamar
Reported By: Dhruv Sompura

Last Updated: 07:26 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના અઠવા વિસ્તારમાં SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત રેડમાં બોગસ દવાનું કૌભાંડ ઝડપાયું. Liv.52 Animal Feed Supplementમાંથી પ્રવાહી ભરી બાળકોનાં નકલી Liv.52 Drops વેચવાના આરોપમાં મેડિકલ સ્ટોર સંચાલકની ધરપકડ.

ADVERTISEMENT

સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના અઠવા વિસ્તારમાં આવેલા શ્રી શાંતીનાથ મેડિકલ સ્ટોરમાં પશુઓ માટે વપરાતા દવાના ઉત્પાદનમાંથી બાળકોને આપવામાં આવતાં દવાના ટીપાંની નકલ કરી વેચાણ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી મેડિકલ સ્ટોરના સંચાલક મોહમ્મદ સાજીદ ઈબ્રાહિમ મુલ્લાને ઝડપી પાડ્યો છે.

પશુઓની દવામાંથી બાળકોની દવા બનાવવાનો ખેલ

પ્રાથમિક વિગતો મુજબ, આરોપી Liv.52 Animal Feed Supplementમાંથી પ્રવાહી કાઢી નાની બોટલોમાં ભરતો હતો. ત્યારબાદ તેના પર બાળકોને આપવામાં આવતા Liv.52 Drops જેવા દેખાતા બનાવટી સ્ટીકર લગાવી ગ્રાહકોને વેચાણ કરવામાં આવતું હતું. આ રીતે પશુઓ માટેના ઉત્પાદનને માનવ ઉપયોગની દવા તરીકે રજૂ કરી નફો કમાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે.

સસ્તા ઉત્પાદનનો ઉપયોગ કરી વધુ નફો કમાવવાનો આરોપ

મળતી માહિતી અનુસાર, પશુઓ માટે વપરાતા ઉત્પાદનની કિંમત માનવ ઉપયોગ માટેની દવા કરતાં ઓછી પડતી હોવાથી આરોપી સસ્તા ઉત્પાદનનો ઉપયોગ કરીને વધુ નફો મેળવતો હોવાની આશંકા છે. આરોપીની પુત્રી ફાર્મસીનો અભ્યાસ કરેલી હોવાથી દવાઓ અંગેની જાણકારીના આધારે આ પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ તમામ વિગતોની તપાસ સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવશે.

₹31,195નો મુદ્દામાલ જપ્ત

SOG અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે દરોડા દરમિયાન બોગસ દવા તૈયાર કરવા માટે વપરાતી સામગ્રી સહિત કુલ ₹31,195નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જપ્ત કરાયેલા પ્રવાહી તથા દવાના નમૂનાઓની તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ પાટણ શાહીકાંડથી ગરમાયું રાજકારણ, B-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર કોંગ્રેસના ધરણા, કિરીટ પટેલ સહિતના નેતાઓ જોડાયા

બાળકોના આરોગ્ય સામે ગંભીર સવાલો

બાળકોને આપવામાં આવતી દવાના નામે જો પશુઓ માટેનું ઉત્પાદન વેચવામાં આવ્યું હોય, તો તે જાહેર આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય છે. આવી દવાના ઉપયોગથી આરોગ્ય પર શું અસર થઈ શકે છે, તેની સ્પષ્ટતા તપાસ અને નિષ્ણાતોના અભિપ્રાય બાદ જ થઈ શકશે. આ ઘટનાએ મેડિકલ સ્ટોર્સમાં વેચાતી દવાઓની ગુણવત્તા, અસલીયત અને નિયમિત તપાસ અંગે પણ સવાલો ઊભા કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Fake Medicine Racket Gujarat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ