ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ડ્રાઈવિંગ લાઈસન્સ માટે 30 દિવસનું વેઈટિંગ, AI ટ્રેક પર 50%થી વધુ ઉમેદવારો નાપાસ થતાં બેકલોગ વધ્યો

અમદાવાદ / ડ્રાઈવિંગ લાઈસન્સ માટે 30 દિવસનું વેઈટિંગ, AI ટ્રેક પર 50%થી વધુ ઉમેદવારો નાપાસ થતાં બેકલોગ વધ્યો

Published By: Vishal Khamar

Last Updated: 02:50 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે 30 દિવસ અને ગાંધીનગર RTOમાં 40 દિવસનું વેઇટિંગ. AI ટેસ્ટ ટ્રેક પર નાપાસ થતા ઉમેદવારો અને રિટેસ્ટના કારણે વધ્યો બેકલોગ.

ADVERTISEMENT

અમદાવાદમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો અરજદારોએ હવે લાંબી રાહ જોવી પડી રહી છે. દિવાળી પહેલાં લાઇસન્સ મેળવવાની આશા રાખતા ઉમેદવારો માટે ટેસ્ટની તારીખ મેળવવી મુશ્કેલ બની શકે છે. અમદાવાદ આરટીઓમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આશરે ૩૦ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. એઆઈ આધારિત ટેસ્ટ ટ્રેક પર પ૦ ટકાથી વધુ ઉમેદવારો નાપાસ થતા હોવાનું જાણવા મળતાં ફરી ટેસ્ટ આપવાની પ્રક્રિયા અને નવી અરજીઓના કારણે બેકલોગ વધ્યો છે.

અમદાવાદના જે અરજદારો હવે ગાંધીનગર આરટીઓમાં ટેસ્ટ આપવા જાય છે તેમને પણ લાંબી રાહ જોવાની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નોકરી, અભ્યાસ અથવા રોજિંદા કામકાજ માટે ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર હોય તેવા ઉમેદવારો માટે ટેસ્ટની તારીખનું આયોજન મુશ્કેલ બની રહ્યું છે. આમ, અમદાવાદથી ગાંધીનગર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જતા ઉમેદવારો માટે ૪૦ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

એઆઈ ટ્રેક પર ડ્રાઈવિંગની કસોટી

ગાંધીનગર આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ઉમેદવારોની વાહન ચલાવવાની ક્ષમતાનું મૂલ્યાંકન થાય છે. ટેસ્ટ દરમિયાન નિર્ધારિત માપદંડનું પાલન ન થતાં ઉમેદવારો નાપાસ થાય છે. ત્યાર બાદ તેમણે ફરી ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. નવા અરજદારોની સંખ્યા અને રિટેસ્ટની પ્રક્રિયાના કારણે ઉપલબ્ધ સ્લોટ પર દબાણ વધે છે.

તહેવારો પહેલાં લાઈસન્સ મેળવવાની ઉતાવળ

દિવાળી દરમિયાન વતન જવા, પરિવાર સાથે પ્રવાસ કરવા અથવા રોજિંદા વાહનવ્યવહાર માટે લાઇસન્સ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે સમયસર ટેસ્ટ આપવો મહત્ત્વનો છે, જોકે ૪૦ દિવસના વેઇટિંગના કારણે છેલ્લી ઘડીએ અરજી કરનારાઓને દિવાળી પહેલાં ટેસ્ટની તક મળશે કે નહીં તે એપોઇન્ટમેન્ટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ચોમાસા બાદ પણ મચ્છરોનો આતંક યથાવત્, ડેન્ગ્યુના કુલ 1,481 કેસમાંથી 60.3% કેસ માત્ર 41 દિવસમાં નોંધાયા

અમદાવાદના અરજદારો માટે પણ ટેસ્ટની તારીખ નક્કી કરતાં પહેલાં સંબંધિત આરટીઓમાં ઉપલબ્ધ સ્લોટ અને પ્રક્રિયાની વિગતો તપાસવી જરૂરી છે. હાલમાં ૪૦ દિવસનું વેઇટિંગ ગાંધીનગર આરટીઓમાં છે. અમદાવાદ આરટીઓમાં પણ એટલું જ વેઇટિંગ છે, જેથી દૂર સુધી ધક્કો ખાતાં પહેલાં એક વાર સ્લોટ ચેક કરીને એપ્લાય કરવું જરૂરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Driving Licence Ahmedabad RTO Gandhinagar RTO

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ