ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ચોમાસા બાદ પણ મચ્છરોનો આતંક યથાવત્, ડેન્ગ્યુના કુલ 1,481 કેસમાંથી 60.3% કેસ માત્ર 41 દિવસમાં નોંધાયા

ગુજરાત / અમદાવાદમાં ચોમાસા બાદ પણ મચ્છરોનો આતંક યથાવત્, ડેન્ગ્યુના કુલ 1,481 કેસમાંથી 60.3% કેસ માત્ર 41 દિવસમાં નોંધાયા

Published By: Nidhi Panchal

Last Updated: 01:33 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, છતાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો થવાનું નામ લેતો નથી. ચાલુ વર્ષે 11 ઓક્ટોબર સુધી નોંધાયેલા ડેન્ગ્યુના કુલ 1,481 કેસમાંથી 60.3 ટકા કેસ માત્ર સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ 11 દિવસમાં જ નોંધાતાં આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

ADVERTISEMENT

ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત્ છે. વરસાદ બંધ થયા બાદ પણ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી નોંધાયેલા ડેન્ગ્યુના કુલ કેસમાંથી લગભગ ૬૦ ટકા કેસ માત્ર છેલ્લા ૪૧ દિવસમાં એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસ દરમિયાન જ નોંધાયા છે.

Dengue

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગે જાહેર કરેલા રોગચાળાના સત્તાવાર આંકડા અનુસાર શહેરમાં ૧ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર દરમિયાન ડેન્ગ્યુના ૮૯૩ કેસ નોંધાયા છે. આ સમયગાળામાં દરરોજ સરેરાશ ૨૧થી વધુ કેસ નોંધાયા છે, તેમાંથી ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસમાં જ ૧૩૭ કેસ સામે આવ્યા છે.

અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ ૧,૪૮૧ કેસ નોંધાયા

આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૧ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ ૧,૪૮૧ કેસ નોંધાયા છે, તેમાંથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસના કેસનો હિસ્સો ૬૦.૩ ટકા છે. માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના ૭૫૬ કેસ નોંધાયા હતા.

મચ્છરોના ઉપદ્રવને ડામવા એએમસીની કવાયત

AMCના એક અધિકારીએ જણાવ્યું છે કે મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા નાગરિક તંત્રએ પ્રયાસો તેજ કર્યા છે. રહેણાક સોસાયટીઓમાં જાગૃતિ અભિયાન ચલાવવા સાથે વ્યાપારી સંકુલો અને ખાસ કરીને બાંધકામ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદમાં ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો થયો છે. રહેણાક સોસાયટીઓમાં પક્ષીઓ માટે રાખવામાં આવતાં પાણીનાં વાસણોની નિયમિત સફાઈ ન થાય તો તે મચ્છરોના પ્રજનનનાં સ્થળ બની શકે છે. દિવસ દરમિયાન ગરમી રહેતી હોવાથી કૂલરમાં ભરેલું પાણી પણ નિયમિત બદલવાની અપીલ કરવામાં આવી રહી છે.

પાંચ વિસ્તારોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો

એએમસીના અધિકારીએ જણાવ્યું છે કે હાલ શહેરના ગોતા, જગતપુર, ચાંદખેડા, બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં સૌથી ચિંતાજનક વધારો નોંધાયો છે. વસ્ત્રાલ, લાંભા અને નિકોલમાં પણ ડેન્ગ્યુના કેસ સતત નોંધાઈ રહ્યા છે. તાજેતરના વરસાદ બાદ એએમસીએ પાણી ભરાયેલા ૨૦૦થી વધુ ખુલ્લા પ્લોટનું સર્વેક્ષણ કર્યું હતું. ભરાયેલું પાણી દૂર કરવાની અને મચ્છરોના લાર્વાનો નાશ કરવા લાર્વિસાઈડનો છંટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ વધારો અટકાવવા તપાસની કામગીરી પણ સઘન બનાવવામાં આવશે.

મેલેરિયા અને અન્ય રોગોના કેસ પણ નોંધાયા

એએમસીના આંકડા અનુસાર ૧ જાન્યુઆરીથી ૧૧ ઓક્ટોબર દરમિયાન અમદાવાદમાં સાદા મેલેરિયાના ૪૬૮, ફાલ્સિપારમ મેલેરિયાના ૯૨ અને ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા હતા. ચોમાસા દરમિયાન નોંધાયેલા અન્ય રોગોમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસના ૪,૧૮૪, કમળાના ૬૩૪ અને ટાઈફોઈડના ૧,૭૫૮ કેસનો સમાવેશ થાય છે. ઓક્ટોબરના પ્રથમ ૧૧ દિવસમાં ગેસ્ટ્રોએન્ટેરાઈટિસના ૫૬, કમળાના ૨૩ અને ટાઈફોઈડના ૭૩ કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : VIDEO : બોટાદમાં અખંડ દીવાની જ્યોત વચ્ચે ભાઈઓ બેસીને પ્રાચીન ગરબા ગાય, મહિલાઓ રાસ રમે, 75 વર્ષની પરંપરા

પાણીના ૨,૩૬૮ નમૂનામાંથી છ પીવા માટે અયોગ્ય

આ સમયગાળા દરમિયાન બેક્ટેરિયાની તપાસ માટે પાણીના કુલ ૨,૩૬૮ નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા, તેમાંથી છ નમૂના પીવાના પાણી માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Dengue Cases Mosquito Outbreak AMC Health Department

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ