ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO : બોટાદમાં અખંડ દીવાની જ્યોત વચ્ચે ભાઈઓ બેસીને પ્રાચીન ગરબા ગાય, મહિલાઓ રાસ રમે, 75 વર્ષની પરંપરા
Last Updated: 12:26 PM, 14 October 2026
ADVERTISEMENT
નવરાત્રી એટલે ભક્તિ અને શક્તિની આરાધનાનો પર્વ. આધુનિક યુગમાં ગરબાનું સ્વરૂપ બદલાયું છે, ત્યારે બોટાદના લીમડા ચોકમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આજે પણ 75 વર્ષ જૂની પરંપરા જીવંત છે. અહીં અખંડ દીવાની જ્યોત વચ્ચે ભાઈઓ બેસીને પ્રાચીન ગરબા ગાય છે, તો બહેનો પરંપરાગત રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરે છે. ત્યારે જોઈએ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન આ પરંપરાની વિશેષતા.
ADVERTISEMENT
ન DJ, ન ઘોંઘાટ… બોટાદમાં અખંડ દીવાની જ્યોત વચ્ચે 75 વર્ષથી ગવાય છે પ્રાચીન ગરબા આધુનિક ગરબાના યુગમાં પણ બોટાદના લીમડા ચોકમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે 75 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત છે. અહીં અખંડ દીવાની જ્યોત વચ્ચે ભાઈઓ બેસીને પ્રાચીન ગરબા ગાય છે, જ્યારે બહેનો પરંપરાગત રાસ-ગરબા રમી માતાજીની આરાધના કરે છે. જેંતી હરગોવિંદના વારસદારો દ્વારા જાળવાતી આ પરંપરા ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિના વારસાને નવી પેઢી સુધી પહોંચાડી રહી છે. #Botad #KhodiyarMataji #TraditionalGarba #Navratri #VTVDigital
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 14, 2026
મારા ફાધરે આ પરંપરા શરુ કરી હતી. અત્યાર સુધી અમે આ પરંપરા ચલાવી, અમારા પછી અમારા સંતાનો આ પરંપરાને આગળ ધપાવે એવી માતાજીને પ્રાર્થના
ADVERTISEMENT

હરેશભાઈ શાહ- ગરબા આયોજક
ADVERTISEMENT
બોટાદના લીમડા ચોકમાં આવેલું પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર... જ્યાં નવરાત્રીના પર્વમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળે છે. અહીં આધુનિક ડીજે કે મોટા અવાજના સંગીતને બદલે પરંપરાગત રીતે બેસીને ગરબા ગાવાની અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે. છેલ્લા 75 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનું આયોજન જેંતી હરગોવિંદના વારસદારો દ્વારા કરવામાં આવે છે. ભાઈઓ એકસાથે બેસીને પ્રાચીન ગરબાના સૂર રેલાવે છે, જ્યારે બહેનો પરંપરાગત રાસ-ગરબા રમી ખોડિયાર માતાજીની આરાધના કરે છે. ગરબાના દરેક સૂર સાથે અહીં શ્રદ્ધા, આસ્થા અને વર્ષો જૂની પરંપરાની અનુભૂતિ થાય છે.વર્ષોથી આ પરંપરા ચાલે છે. 75 વર્ષથી અખંડ પરંપરા ચાલી રહી છે. રાતે બધાને નાસ્તો આપીએ છીએ. અમે ફંડ-ફાળો ઉઘરાવતા નથી. અમારા પૈસે જ કરીએ છીએ.
ADVERTISEMENT

જયેશભાઈ શાહ-સ્થાનિક બોટાદ
ADVERTISEMENT
મંદિરમાં પ્રજ્વલિત અખંડ દીવાની જ્યોત આ ધાર્મિક પરંપરાની વિશેષતા છે. આધુનિકતાના આ યુગમાં પણ અહીં ગરબાને માત્ર મનોરંજન નહીં, પરંતુ ધાર્મિક આસ્થા, સંસ્કાર અને સાંસ્કૃતિક વારસાના પ્રતીક તરીકે જાળવવામાં આવે છે. આ પરંપરા નવી પેઢીને પણ પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાનું કામ કરી રહી છે.
ADVERTISEMENT
એક તરફ અખંડ દીવાની જ્યોત અને બીજી તરફ પ્રાચીન ગરબાના સૂર... આ બંનેના સંગમ વચ્ચે ભક્તો માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવે છે. 75 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરા બોટાદની સાંસ્કૃતિક ઓળખને પણ ઉજાગર કરે છે.
અમે 75 વર્ષથી માતાજીના ગરબા કરીએ છીએ. ફિલ્મી ગીતો પર ગરબા રમતા નથી. ફાળો કે ઉઘરાવતા નથી, અમારા પૈસાથી કરીએ છીએ. 75 વર્ષથી માતાજીનો અખંડ દિવો ચાલી રહ્યો છે.

આમ, બોટાદના લીમડા ચોકમાં આવેલું ખોડિયાર માતાજીનું મંદિર ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન છે. બદલાતા સમયની વચ્ચે પણ 75 વર્ષ જૂની આ પરંપરા આજે નવી પેઢી સુધી પહોંચીને આપણી સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.