ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો, વેરિફિકેશન દરમિયાન ભાંડો ફૂટ્યો
Last Updated: 09:53 AM, 14 October 2026
ADVERTISEMENT
વડોદરામાં LRD ભરતીમાં બોગસ કોલ લેટર કાંડનો મામલો સામે આવ્યો છે. નવસારીના વાંસદાના એક ગામની 19 વર્ષિય યુવતી કેતીબેન પટેલે અન્ય ઉમેદવારના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો પરંતુ પ્રતાપનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં વેરિફિકેશન દરમિયાન ભાંડો ફૂટી ગયો હતો. કેતી પટેલ ફિઝિકલમાં પાસ અને લેખિતમાં નાપાસ થઈ હોવાથી બીજા ઉમેદવારના નામનો નકલી કોલ લેટર બનાવ્યો હતો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
અધિકારીઓને કેવી રીતે શંકા ગઈ?
વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે LRD ભરતી માટે ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી હતી. આ દરમિયાન યુવતીએ પોતાનો ભરતી માટેનો કોલલેટર અધિકારીઓને રજૂ કર્યો હતો. જોકે, ઓફિશિયલ હાજરી પત્રકની યાદીમાં તેનો રોલ નંબર મેચ ન થતાં હાજર અધિકારીઓને શંકા ગઈ હતી. ક્રોસ વેરિફિકેશન દરમિયાન આ કોલલેટર સંપૂર્ણપણે નકલી (બોગસ) હોવાનું સાબિત થયું હતું. આ ગેરરીતિ બદલ વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ છેતરપિંડી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પંચમહાલમાં પણ બોગસ લેટર કાંડ થયો હતો
ઉલ્લેખનીય છે કે પંચમહાલ એસ આર પી ગ્રાઉન્ડ ખાતે યોજાઇ રહેલી શારીરિક કસોટી પ્રક્રિયામાં અમદાવાદના ધોળકાનો એક ઉમેદવાર બોગસ કોલ લેટર સાથે ઝડપાયો હતો જેની પૂછપરછમાં ખૂબ જ ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.