ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'યુવતી પસંદ આવતાં 5 લાખ ચૂકવ્યાં' ઊંઝાના યુવાનને લગ્નસુખ ભારે પડ્યું, દુલ્હન લૂંટીને થઈ ફરાર
Last Updated: 08:59 AM, 14 October 2026
ADVERTISEMENT
મહેસાણાના ઊંઝામાં યુવક સાથે 5 લાખની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ઊંઝાના કથરાવીના ગામના યુવાનના પિતાએ પુત્રના લગ્ન માટે ભાવનગરના શિહોરના દલાલ ઘનશ્યામ તાજપરીયાનો સંપર્ક કર્યો હતો. દલાલ ઘનશ્યામ તાજપરીયાએ પેટલાદની શોભના રાજપૂત નામની યુવતી વિશે વાત કરી આણંદમાં મુલાકાત કરાવી હતી. આ વખતે રાકેશ રાજપૂત અને મંગળસિંહ ઉર્ફે રાજુ ઠાકોર પણ હાજર હતા. યુવાનના પિતાને યુવતી પસંદ આવતાં દલાલે લગ્ન માટે 5 લાખ અને પાર્વતી શ્રૃંગારની માંગણી કરી હતી. આરોપીઓ કથરાવી આવ્યા ત્યારે લગ્નના ખર્ચ પેટે 1.50 લાખ રોકડા અને 50 હજારના સોના-ચાંદીના દાગીના પહેરાવ્યા હતા. પૈસા અને દાગીનાની લેવડદેવડ બાદ નડિયાદ કોર્ટ પરિસરમાં ફુલહાર કરી રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરી હતી.
ADVERTISEMENT
લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ શોભના સરકી ગઈ
ADVERTISEMENT
લગ્નના માત્ર ત્રણ જ દિવસ બાદ શોભનાએ 'પેટી ભરવાનો વ્યવહાર કરવાનો બાકી છે' તેમ કહી 10 દિવસમાં પરત આવવાનું જણાવી પિયર જવાની વાત કરી હતી. મંગળસિંહ નામનો શખ્સ ગાડી લઈને તેને તેડી ગયો હતો, 10 દિવસ બાદ પણ યુવતી પરત ન આવતાં તપાસ કરતા, આરોપીઓએ વધુ 50 હજારની માંગણી કરી હતી, રૂપિયા નહીં આપે તો યુવતીને નહીં મોકલે તેવી ધમકી આપી હતી. કુલ 5 લાખ મેળવી લીધા બાદ પણ યુવતીને પરત ન મોકલતા છેવટે પીડિત યુવકે ફરિયાદ નોધાવી હતી.
આરોપીના નામ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.