ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પારકા પૈસે તાગડધિન્ના, લાખોના દાગીના ખરીદ્યાં, 6 હજારનું તો બ્લાઉઝ

અમદાવાદ / ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના પારકા પૈસે તાગડધિન્ના, લાખોના દાગીના ખરીદ્યાં, 6 હજારનું તો બ્લાઉઝ

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 08:27 AM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું વધું એક ભોપાળું સામે આવ્યું છે. નીરજા ગુપ્તાએ લાખોના સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી.

ADVERTISEMENT

ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા જ્યારે યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે કરેલા કાંડા સામે આવી રહ્યાં છે.હવે એવું સામે આવ્યું છે કે તેમણે 3.19 લાખના સોના ચાંદીના દાગીનાની ખરીદી કરી હતી. અમદાવાદના સીજી રોડ પરની દુકાનમાંથી 2.29 લાખની ચાંદી અને ચેન્નાઇમાં 90 હજારના સોનાની ખરીદી કરી હતી.

6 હજારનું બ્લાઉઝ ખરીદ્યું

લિપસ્ટિક બાદ કપડાં પાછળ પણ મોટો ખર્ચો કર્યો હતો જેમાં 6 હજારનું બ્લાઉઝ અને 11 હજારની કુર્તિ પણ સામેલ છે. કોઈને શંકા ન જાય તે માટે નીરજા ગુપ્તાના સીધા કંટ્રોલમાં રહેલ ડિપાર્ટમેન્ટના નામે બિલ બનાવ્યા હતા. સ્ટડી એબ્રોડ પ્રોગ્રામ અંતર્ગત આ તમામ બિલ પાસ કરાવી લીધા હતા.

1 હજારના પુસ્તકના 4.55 લાખ લીધા

નીરજા ગુપ્તા જ્યારે યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે તેમણે એક પુસ્તક લખ્યું હતું પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમનું આ 1 હજારનું પુસ્તક યુનિવર્સિટીએ 4.55 લાખમાં ખરીદી લીધું હતું . નીરજા ગુપ્તાએ નિમણૂક કરેલ સોનલ મલ્હોત્રા એ જ આ બુકનો ઓર્ડર આપ્યો હતો.

આ પણ વાંચો : સાબરકાંઠાના ઈડર પોલીસ સ્ટેશનના લોકઅપમાં યુવકનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ

રજીસ્ટ્રાર પિયુષ પટેલે પાસ કર્યું બિલ

નીરજા ગુપ્તાએ પોતે જ જે પુસ્તક લખ્યું હતું તે પુસ્તકની ખરીદી કરી હતી અને પોતાના પુસ્તક માટે પૈસા ચૂકવવા રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી. ત્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ દ્વારા આ બિલ પાસ કરવા મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. નીરજા ગુપ્તા સામે રચાયેલી તપાસ સમિતિએ 20 દિવસમાં સામાન્ય નાગરિકો અને યુનિવર્સિટીના કર્મચારીઓ પાસે પણ નીરજા ગુપ્તા વિરુદ્ધ કોઈ પુરાવા કે રજૂઆત હોય તો કહેવાની અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gujarat university neerja gupta neerja gupta news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ