ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના સાબરમતીમાં AMCની દબાણ હટાવવાની કામગીરી, 114 રહેણાંક મકાન અને 56 કોમર્શિયલ એકમો તોડાયાં

ગુજરાત / અમદાવાદના સાબરમતીમાં AMCની દબાણ હટાવવાની કામગીરી, 114 રહેણાંક મકાન અને 56 કોમર્શિયલ એકમો તોડાયાં

Published By: Nidhi Panchal
Reported By: Dipak Solanki

Last Updated: 12:21 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરીને લઈને AMC દ્વારા સતત બીજા દિવસે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના માર્ગ પર દબાણો દૂર કરવાની આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે

ADVERTISEMENT

અમદાવાદમાં રસ્તા પહોળા કરવાની કામગીરી વચ્ચે સાબરમતી વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના માર્ગ પર દબાણો દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. 18 મીટરના રોડને પહોળો કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન રહેણાંક મકાનો અને કોમર્શિયલ એકમોનાં બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે.

demolation

સાબરમતીમાં સતત બીજા દિવસે ડિમોલિશનની કામગીરી

સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના માર્ગ પર દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ માર્ગને 18 મીટરનો પહોળો બનાવવા માટે તંત્ર દ્વારા બાંધકામો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા માર્ગ પરનાં બાંધકામો દૂર કરીને રસ્તો પહોળો કરવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે.

114 રહેણાંક અને 56 કોમર્શિયલ એકમોનો સમાવેશ

આ સમગ્ર કામગીરીના પ્રથમ ફેઝમાં કુલ 114 રહેણાંક મકાનો અને 56 કોમર્શિયલ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. AMC દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, કોમર્શિયલ પ્રકારનાં બાંધકામો અગાઉ જ દૂર કરવામાં આવ્યાં છે. હવે રહેણાંક બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રહેણાંક મકાનો દૂર કરતાં પહેલાં અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની કામગીરી કરવામાં આવી હોવાનું AMCના અધિકારીએ જણાવ્યું છે. આ વ્યવસ્થા કર્યા બાદ જ બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

AHD-demolation

AMCના આસિસ્ટન્ટ TDO વિવેક ગુપ્તાએ શું કહ્યું?

AMCના આસિસ્ટન્ટ TDO વિવેક ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, સમગ્ર રસ્તાની કામગીરીને બે ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ફેઝમાં 114 રહેણાંક બાંધકામો અને 56 કોમર્શિયલ પ્રકારનાં બાંધકામોનો સમાવેશ થતો હતો. કોમર્શિયલ પ્રકારનાં બાંધકામો અગાઉ દૂર કરવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 114 રહેણાંક બાંધકામોમાંથી ગઈકાલે 70 બાંધકામો વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ દૂર કરવામાં આવ્યાં હતાં. આજે બાકી રહેલાં મકાનો અને હયાત સ્ટ્રક્ચર દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદના ધોળકામાં VTV NEWSના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં, રખડતા પશુઓને પકડવા બે વખત વિશેષ ડ્રાઈવ

સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરીમાં AMC દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કામગીરીથી માર્ગ પરનાં દબાણો દૂર કરીને રસ્તાને પહોળો બનાવવાનો હેતુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Demolition AMC Road Widening Sabarmati Demolition

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ