ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / લોકોનું નીકળી જશે 'તેલ' ખાદ્યતેલના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો ડબ્બા દીઠ કેટલો થયો વધારો
Last Updated: 11:57 AM, 14 October 2026
ADVERTISEMENT
દશેરા-દિવાળીના તહેવારો નજીકમાં છે. ત્યારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલનો ડબ્બો 3,000ને પાર પહોંચીને 3080 રુપિયા પર પહોંચ્યો છે. સિંગતેલના ભાવ રૂ.3 હજારથી લઈને 3080 સુધી પહોચ્યાં છે. કપાસિયા તેલના ભાવ રૂ.2620થી 2680 સુધી પહોચ્યાં છે જ્યારે પામતેલના ભાવ રૂ.2315થી 2320 સુધી પહોચ્યાં છે.
ADVERTISEMENT
ભાવ વધવાનું શું કારણ?
દિવાળી સુધી ખાદ્યતેલના ન ઘટવાની શક્યતા છે. ઓછા વરસાદને કારણે મગફળીનો પાક ઓછો થતાં સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
મગફળીનું ઉત્પાદન કેટલું થયું?
ADVERTISEMENT
રાજ્યમાં ગત વર્ષે 62 લાખ ટન મગફળીનું ઉત્પાદન હતું. પરંતુ ચાલુ વર્ષે રાજ્યના ઘણા વિસ્તારોમાં અપૂરતો વરસાદ થયો હત તેમ છતાં અંદાજે 50.33 લાખ ટન મગફલીનું ઉત્પાદન થયું. આ ઉત્પાદન ચાલુ વર્ષે 2022-23 અને 2023-24ના વર્ષ કરતા પાંચ લાખ ટન વધારે છે. પરંતુ તે વર્ષોમાં આટલા ભાવમાં વધારો થયો નહોતો. જોકે, રાજ્યમાં સીંગતેલના ભાવ વધારો 3 વર્ષની સપાટીએ પહોંચ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.