ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્લીઝ ગરબા પાસ ન માગોઃ પોલીસના ફોન રણક્યા, પોલીસ અધિકારીઓ પરેશાન
Last Updated: 02:14 PM, 14 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં નવરાત્રી શરૂ પાસની બૂમરાણ ઉઠતી હોય છે.આ સાથે પોલીસ બેડામાં અલગ જ દોડધામ શરૂ થઈ જાય છે. વિખ્યાત ગરબા આયોજનોનાં ફ્રી અને વીઆઈપી પાસ મેળવવા માટે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ સુધીના ફોન રણકવા લાગે છે. સગાં-સંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓ અને નેતાઓ પાસ માટે સંપર્ક કરે છે. કોઈ બે પાસની માગણી કરે છે તો કોઈ પરિવાર માટે ચાર પાસની વ્યવસ્થા કરવાનું કહે છે. આવા અઢળક ફોન અને સંદેશાઓથી પોલીસ કર્મચારીઓ નવરાત્રીના નવેય દિવસ પરેશાન થઈ જાય છે. પોલીસ કર્મચારીઓએ વોટ્સએપમાં સ્ટેટસ મૂકીને પોતાની વ્યથા ઠાલવી છે
ADVERTISEMENT
લોકોમાં એવી ગેરસમજ છે કે પોલીસ અધિકારીઓ પાસે ગરબાના પાસનો મોટો જથ્થો હોય છે અને તેઓ સરળતાથી પાસ અપાવી શકે છે. જોકે, સુરક્ષા અને બંદોબસ્તની કામગીરીમાં વ્યસ્ત પોલીસ કર્મચારીઓને પોતાના પરિવાર માટે પણ પાસ મળતા નથી હોતા. આમ છતાં દર વર્ષે નવરાત્રી આવતાં જ મફત પાસ માટેની માગણીઓ શરૂ થઈ જાય છે. આ સતત ફોનથી કંટાળેલા પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
વાઈરલ પોસ્ટમાં પોલીસને પણ ગરબાના પાસ મળતા નથી અને તેઓ લોકોની સુરક્ષા માટે રાત-દિવસ ફરજ બજાવે છે, જેથી લોકો શાંતિથી ગરબા રમી શકે છે, તેવો સંદેશ આપવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન પોલીસને નાઇટ પેટ્રોલિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને મહિલા સુરક્ષા જેવી મહત્ત્વની જવાબદારીઓ નિભાવવાની હોય છે. આવા સમયે પાસની વ્યવસ્થા કરવા માટે આવતા ફોન એટેન્ડ કરવા મુશ્કેલીરૂપ બને છે. પોલીસની અપીલ છે કે મફત પાસ માગીને ફરજ પરના અધિકારીઓને હેરાન ન કરવામાં આવે અને તેમની જવાબદારી સમજવામાં આવે. લોકોના સહકારથી પોલીસ સુરક્ષા વ્યવસ્થા પર વધુ ધ્યાન આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.