ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:59 PM, 14 October 2026
1/5
‘મેરા ભોલા હૈ ભંડારી’ ભજનથી લાખો લોકોના દિલ જીતનારા સિંગર હંસરાજ રઘુવંશી પિતા બન્યા છે. 10 ઓક્ટોબર 2026ના રોજ પત્ની કોમલે દીકરીને જન્મ આપ્યો હતો. હવે હંસરાજ પોતાની પત્ની અને નાનકડી પરી સાથે હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા છે, જ્યાં પરિવારજનોએ ઢોલ-નગારાં વગાડીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
2/5
હંસરાજ રઘુવંશીએ સોશિયલ મીડિયા પર દીકરીના જન્મની ખુશખબર આપ્યા બાદ હવે નાનકડી પરીનો ઘરે પ્રવેશ કરાવ્યો છે. નોરતાના ત્રીજા દિવસે દીકરીને ઘરે લાવતાં પરિવારનો ઉત્સાહ જોવા જેવો હતો. ઘર બહાર ફૂલોથી સજાવેલી ગાડી ઊભી હતી અને ઢોલ-નગારાંના તાલે પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી. હંસરાજે પણ આ ખાસ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ADVERTISEMENT
3/5
હંસરાજ રઘુવંશીની માતા પણ પૌત્રીના આગમનથી ખૂબ ખુશ જોવા મળી હતી. તેમણે ઢોલના તાલે નાચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ત્યારબાદ પરંપરા મુજબ પૌત્રીની નજર ઉતારીને તેને આશીર્વાદ આપ્યા હતા. પરિવારના આ આનંદભર્યા પ્રસંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
4/5
હંસરાજ રઘુવંશી અને કોમલના ઘરે 10 ઓક્ટોબર 2026ના રોજ દીકરીનો જન્મ થયો હતો. શારદીય નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાં ઘરે નાનકડી પરીનું આગમન થતાં પરિવાર માટે આ સમય વધુ ખાસ બની ગયો હતો. બંનેએ દીકરીના જન્મની ખુશખબર સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કરી હતી. ત્યારથી ચાહકો અને સંગીતપ્રેમીઓ તરફથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.
ADVERTISEMENT
5/5
દીકરીના જન્મ પહેલાં હંસરાજ અને કોમલનું મેટરનિટી ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું હતું. એક તસવીરમાં કોમલ સફેદ રંગના રફલ ગાઉનમાં જોવા મળી હતી, જ્યારે હંસરાજ સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં જોવા મળ્યા હતા. અન્ય એક તસવીરમાં કોમલે ડાર્ક બ્રાઉન રંગનો ગાઉન પહેર્યો હતો અને હંસરાજ તેનો હાથ પકડીને ઊભા હતા. બેકગ્રાઉન્ડમાં લખેલું 'LOVE' તેમના જીવનમાં આવનારા નવા મહેમાન પ્રત્યેનો પ્રેમ દર્શાવતું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ