ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં બોગસ કોલલેટર સાથે યુવતી ઝડપાઈ, પોલીસ ભરતીના દસ્તાવેજ ચકાસણી દરમિયાન ફૂટ્યો ભાંડો

આક્ષેપ / વડોદરામાં બોગસ કોલલેટર સાથે યુવતી ઝડપાઈ, પોલીસ ભરતીના દસ્તાવેજ ચકાસણી દરમિયાન ફૂટ્યો ભાંડો

Published By: Vishal Khamar
Reported By: Manu Chavda

Last Updated: 07:46 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લોકરક્ષક ભરતીની દસ્તાવેજ ચકાસણી દરમિયાન નવસારીના વાંસદાની 19 વર્ષીય યુવતી પર બોગસ કોલલેટર રજૂ કરવાનો આક્ષેપ થયો. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

ADVERTISEMENT

વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે લોકરક્ષક ભરતી પ્રક્રિયા દરમિયાન દસ્તાવેજ ચકાસણીમાં બોગસ કોલલેટર રજૂ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની 19 વર્ષીય કેતીબેન પટેલ સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, 12 ઓક્ટોબરના રોજ બપોરની શિફ્ટમાં ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી હતી. આ દરમિયાન કેતીબેન પટેલે રજૂ કરેલા કોલલેટર પર દર્શાવેલો રોલ નંબર હાજરીની યાદીમાં જોવા મળ્યો નહોતો. જેના પગલે દસ્તાવેજની પ્રામાણિકતા અંગે અધિકારીઓને શંકા ગઈ હતી.

વી.પી.ગામીત (સીપી,એફ ડિવિઝન)

ટીમના ઇન્ચાર્જે નોડલ અધિકારીને જાણ કરી

સમગ્ર મામલે સંકલન ટીમના ઇન્ચાર્જે નોડલ અધિકારીને જાણ કરી હતી. ત્યારબાદ પ્રાથમિક તપાસ દરમિયાન કોલલેટર ડુપ્લિકેટ હોવાનું જણાતાં સંબંધિત દસ્તાવેજ કબજે લેવામાં આવ્યો હતો. આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પેરેન્ટ્સ સાવધાન! સુરતમાંથી ઝડપાયો બાળકોની દવાના નામે બિલાડીની દવા વેચનારો મેડિકલ સંચાલક

મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

લોકરક્ષક ભરતી જેવી મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં ખોટું કોલલેટર રજૂ કરવાના આક્ષેપને પગલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરશે કે યુવતીને આ કોલલેટર ક્યાંથી મળ્યું હતું, તે કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું અને ભરતી પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવાનો હેતુ શું હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

fake call letter Lokrakshak recruitment fraud Vadodara news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ