ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ''નબળા બહાના સ્વીકાર્ય નહીં ગણાય'', રી-કાઉન્ટિંગનું રેકોર્ડિંગ ન મળવા પર ભડકી સુપ્રીમ કોર્ટ

નેશનલ / ''નબળા બહાના સ્વીકાર્ય નહીં ગણાય'', રી-કાઉન્ટિંગનું રેકોર્ડિંગ ન મળવા પર ભડકી સુપ્રીમ કોર્ટ

Published By: Pravin Joshi

Last Updated: 06:04 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની શૃંગેરી વિધાનસભા બેઠક પર ફરીથી થયેલી મતગણતરી (રી-કાઉન્ટિંગ) નો મૂળ વિડિયો રેકોર્ડિંગ ગુમ થવા બદલ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

ADVERTISEMENT

ચૂંટણી પ્રક્રિયામાં મહત્વના દસ્તાવેજો અને વિડિયો રેકોર્ડિંગની સુરક્ષા તથા જાળવણીને લઈને સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (EC) ની આકરી ઝાટકણી કાઢી છે. કર્ણાટકની શૃંગેરી વિધાનસભા બેઠકના ચૂંટણી વિવાદની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચના વકીલે અદાલતને જણાવ્યું હતું કે ફરીથી કરાયેલી મતગણતરી (રી-કાઉન્ટિંગ) નો મૂળ વિડિયો રેકોર્ડિંગ મળી રહ્યો નથી. આ જવાબ સામે આવતા જ સર્વોચ્ચ અદાલતે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચ જેવી જવાબદાર સંસ્થા પોતાના જ રેકોર્ડ ગુમ હોવાની વાત કેવી રીતે કરી શકે?

Supreme Court

'આટલી ગંભીર બાબતને હળવાશથી ન લઈ શકાય'

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના "રેકોર્ડ શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે" તેવા બહાના સામે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જસ્ટિસોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવી એ પંચનું પ્રાથમિક કાર્ય છે અને તે માટે સંબંધિત તમામ દસ્તાવેજો અને રેકોર્ડ્સ સુરક્ષિત રાખવા અત્યંત જરૂરી છે. ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પુરાવાઓને હળવાશથી લઈ શકાય નહીં. અદાલતે નિર્દેશ આપ્યો છે કે આગામી સુનાવણી સુધીમાં ઉપલબ્ધ તમામ રેકોર્ડ્સ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે.

election-commission

પ્રતિકૂળ આદેશની ચેતવણી

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કડક અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે જો આગામી તારીખે જરૂરી રેકોર્ડ રજૂ કરવામાં નિષ્ફળ રહેશે, તો અદાલત પંચ સામે પ્રતિકૂળ નિર્ણય (Adverse Inference) લઈ શકે છે. અદાલતે ઉમેર્યું હતું કે આવા નબળા બહાનાઓ અદાલતમાં માન્ય ગણાશે નહીં. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સંબંધી કાનૂની વિવાદોમાં રી-કાઉન્ટિંગના વિડિયો અને દસ્તાવેજો એ વાત સાબિત કરવા માટે મહત્વના પુરાવા હોય છે કે મતગણતરીના નિયમોનું યોગ્ય પાલન થયું હતું કે નહીં.

શું છે સમગ્ર શૃંગેરી બેઠકનો વિવાદ?

વર્ષ 2023 ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં શૃંગેરી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ટીડી રાજેગૌડાએ ભાજપના ડીએન જીવરાજને 201 મતોથી હરાવ્યા હતા. ભાજપના જીવરાજે આ પરિણામને કર્ણાટક હાઈકોર્ટમાં પડકારતા પોસ્ટલ બેલેટની ગણતરી અને રદ કરાયેલા મતોના વેરિફિકેશનમાં ગડબડનો આરોપ લગાવ્યો હતો. 6 એપ્રિલ 2026 ના રોજ કર્ણાટક હાઈકોર્ટે રદ થયેલા 279 પોસ્ટલ બેલેટની ફરી તપાસ કરવાનો અને તમામ પોસ્ટલ મતોનું રી-કાઉન્ટિંગ કરવાનો આદેશ આપ્યો હતો. મે 2026 માં યોજાયેલી પુનઃમતગણતરી દરમિયાન રિટર્નિંગ ઓફિસરે અગાઉ વૈધ ગણાયેલા રાજેગૌડાના 255 મતો અમાન્ય ઠેરવ્યા હતા, જેના કારણે સુધારેલી ગણતરીમાં ભાજપના જીવરાજ 52 મતોથી વિજેતા જાહેર થયા હતા.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની અરજીની ખામીઓ દૂર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની સંભવિત તારીખ સામે આવી

સુપ્રીમ કોર્ટે પરિણામ પર લગાવી હતી રોક

રી-કાઉન્ટિંગના આ નિર્ણય સામે કોંગ્રેસના ટીડી રાજેગૌડાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે હાઈકોર્ટે માત્ર અગાઉ રદ થયેલા મતોની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ રી-કાઉન્ટિંગ વખતે પહેલા વૈધ ઠરેલા મતોને પણ રદ કરી દેવામાં આવ્યા. 11 મે 2026 ના રોજ સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે રિટર્નિંગ ઓફિસરે હાઈકોર્ટના આદેશની મર્યાદા બહાર જઈને કામ કર્યું હતું. જેથી સુપ્રીમ કોર્ટે રી-કાઉન્ટિંગના પરિણામ પર રોક લગાવીને જૂની સ્થિતિ બહાલ કરી હતી, જેના કારણે રાજેગૌડા ધારાસભ્ય પદે યથાવત રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ElectionCommission SupremeCourt Sringeri

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ