ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના આજી GIDC વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના, યુવકને ગોળી મારી સોના-ચાંદીની લૂંટ

BIG BREAKING / રાજકોટના આજી GIDC વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના, યુવકને ગોળી મારી સોના-ચાંદીની લૂંટ

Published By: Vishal Khamar
Reported By: Sunny Maiyad

Last Updated: 09:59 PM, 14 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના આજી GIDC વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના સામે આવી. યુવકને ગોળી મારી સોના-ચાંદી સહિતની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થયા. ક્રાઇમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી.

ADVERTISEMENT

રાજકોટ: રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. આજી વસાહત નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા લૂંટારુઓએ જ્વેલર્સ પેઢીના કર્મચારીને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી હતી. કર્મચારીએ લૂંટનો પ્રતિકાર કરતાં એક લૂંટારુએ ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં કર્મચારી ઘાયલ થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે.

દાગીનાનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ, પ્રતિકાર કરતાં ફાયરિંગ

મળતી માહિતી મુજબ, રાજકોટના આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડ પેઢીમાં કામ કરતા 45 વર્ષીય કર્મચારી લાલભાઈ સરધારા અંદાજે એક કિલો સોનું અને બે કિલો ચાંદીના દાગીના લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે શખસોએ તેમની પાસે રહેલો દાગીનાથી ભરેલો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, લાલભાઈએ લૂંટારુઓનો પ્રતિકાર કરતાં એક લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બંને શખસો સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

ઘાયલ કર્મચારીને હોસ્પિટલ ખસેડાયો

ફાયરિંગની ઘટનામાં ઘાયલ થયેલા લાલભાઈ સરધારાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે, લૂંટારુઓની શોધખોળ શરૂ

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરાવી છે. લૂંટારુઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ખેલૈયાઓને મોડે સુધી રમવાની મોજ પડી જશે, મેટ્રોને લઇ અમદાવાદથી આવ્યા ગુડ ન્યૂઝ

નવરાત્રિના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે. હવે પોલીસ દ્વારા લૂંટારુઓની ઓળખ, તેમના ફરાર થવાના માર્ગ અને લૂંટાયેલા દાગીનાની રિકવરી સહિતનાં પાસાંઓ પર તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot firing incident Rajkot robbery news Aji GIDC firing

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ