ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:48 PM, 14 October 2026
ADVERTISEMENT
અમેરિકાના જાણીતા સિંગર મેરી મિલબેને કોકરોચ જનતા પાર્ટી (CJP) અને અભિજીત દીપકેને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટ શેર કરીને અભિજીત દીપકેને અમેરિકા તરફથી આર્થિક ફંડિંગ મળવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મેરી મિલબેને પોતાની પોસ્ટમાં લખ્યું, ભારતના તમામ યુવા દેશભક્તો માટે આ ચૂપ બેસવાનો સમય નથી. અભિજીત દીપકે અને કોકરોચ જનતા પાર્ટી (CJP) ને અમેરિકાથી ફંડિંગ મળી રહ્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેતૃત્વમાં તમારા ભવિષ્યની વિરુદ્ધ છે. મારા યુવા દેશભક્તો, જરાય ડરશો નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકન સિંગરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા આગળ લખ્યું, તમારા વડાપ્રધાન, જેમણે છેલ્લા 25 વર્ષ સુધી ભારતની સેવા કરી છે—જેમાં 12 વર્ષ વડાપ્રધાન તરીકે અને સતત ત્રણ વખત ચૂંટાઈને આવ્યા છે તે મારા દેશની વિઘટનકારી શક્તિઓ સામે ક્યારેય ઝૂકવાના નથી. તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારના ડોર્નર્સ અને ફંડર્સનું સમગ્ર વિશ્વમાં એક જ પેટર્નનું કામ હોય છે. તેઓ વૈશ્વિક સ્તરે કન્ઝર્વેટિવ નેતાઓને નિશાન બનાવે છે, તે દેશમાંથી અમેરિકામાં ભણેલા-ગણેલા વ્યક્તિને શોધે છે, તેને કટ્ટરપંથી બનાવે છે અને પછી તેને પોતાના દેશમાં પાછો મોકલીને અરાજકતા તથા તબાહી મચાવવા માટે ફંડ આપે છે. જો કે, અત્યાર સુધી આવી કોઈ પણ ચાલ સફળ થઈ નથી, પરંતુ તેમણે દેશના વિકાસ અને શાસન પર ચોક્કસપણે અસર પહોંચાડી છે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીની અરજીની ખામીઓ દૂર, સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની સંભવિત તારીખ સામે આવી
ADVERTISEMENT
મેરી મિલબેને ભારતના યુવાનોને આહ્વાન કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારતમાં એક નવો અવાજ ઊઠે, જે ભારતની જમીન પર જન્મેલો, ઉછરેલો અને શિક્ષિત હોય. તેમણે યુવાનોને એક થઈને કોકરોચ જનતા પાર્ટીની વિઘટનકારી વિચારધારાનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા જણાવ્યું છે. લોકશાહી અને સ્વતંત્રતાને જાળવી રાખવા માટે હંમેશાં એક પ્રતિકારક અથવા જવાબી આંદોલન હોવું જરૂરી છે. તેમણે યુવા દેશભક્તોને જાગૃત થવા માટે અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો