ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવરાત્રીએ દર્શન માટે પાવાગઢ આવેલા યુવકનું ખીણમાં પટકાતાં મોત, શોર્ટકટ રસ્તેથી જવું ભારે પડ્યું
Last Updated: 10:57 PM, 14 October 2026
ADVERTISEMENT
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રિના ચોથા નોરતે દુઃખદ ઘટના બની છે. માતાજીનાં દર્શન કરવા આવેલા અનિલ શંકર ભીલ નામના યુવકનું શોર્ટકટ માર્ગ પરથી પસાર થતી વખતે અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોધરા SDRF અને હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને ખીણમાંથી બહાર કાઢ્યો હતો.
ADVERTISEMENT

અન્ય ત્રણ લોકો સાથે દર્શન કરવા આવ્યો હતો યુવક
ADVERTISEMENT
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક અનિલ શંકર ભીલ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નિસરપૂર ગામનો વતની હતો અને હાલ વડોદરા જિલ્લાના વાઘોડિયામાં રહેતો હતો. તે અન્ય ત્રણ લોકો સાથે પાવાગઢ ખાતે માતાજીનાં દર્શન કરવા આવ્યો હતો. તેની સાથે બે નાનાં બાળકો પણ હતાં. તમામ લોકો ભદ્રકાળી મંદિર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અનિલ ભીલ શોર્ટકટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સંતુલન ગુમાવતાં ઊંડી ખીણમાં પટકાયો હતો. આ દુર્ઘટનાને પગલે તેની સાથે આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

ADVERTISEMENT
1000 ફૂટ ઊંડી ખીણમાં પડતાં યુવકનું મોત
અંદાજે 1000 ફૂટ ઊંડી ખીણમાં પટકાવાને કારણે અનિલ ભીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, યુવકનું મોત નીપજ્યું હતું. ધાર્મિક યાત્રા દરમિયાન બનેલી આ કરુણ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
ADVERTISEMENT

SDRF અને ફાયર વિભાગની ટીમે હાથ ધરી રેસ્ક્યૂ કામગીરી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં ગોધરા SDRFની ટીમ અને હાલોલ નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખીણની ઊંડાઈ અને દુર્ગમ સ્થળને કારણે રેસ્ક્યૂ કામગીરી પડકારજનક બની હતી. બંને ટીમોએ સંકલન સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ અનિલ ભીલનો મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને હાલોલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. યુવક કયા સંજોગોમાં ખીણમાં પટકાયો અને દુર્ઘટના કેવી રીતે બની તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ખેલૈયાઓને મોડે સુધી રમવાની મોજ પડી જશે, મેટ્રોને લઇ અમદાવાદથી આવ્યા ગુડ ન્યૂઝ
પાવાગઢમાં યાત્રિકોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં
નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરવા પહોંચે છે. આ દરમિયાન યાત્રિકોની સલામતી અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે. આ દુર્ઘટના બાદ યાત્રાધામમાં જોખમી શોર્ટકટ માર્ગોનો ઉપયોગ ન કરવા અને સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી સામે આવી છે. યાત્રિકોએ તંત્ર દ્વારા નિર્ધારિત સુરક્ષિત માર્ગોનો જ ઉપયોગ કરવો, ખીણની નજીક જવાનું ટાળવું અને જોખમી વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. અનિલ શંકર ભીલના દુઃખદ અવસાનથી તેમના પરિવારજનોમાં શોક છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.