ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના, માતાએ 2 વર્ષની દીકરીને પાંચમા માળેથી ફેંકીને હત્યા કરી, નાટક ઉઘાડું પડ્યું

ક્રાઈમ / રાજકોટમાં કાળજું કંપાવતી ઘટના, માતાએ 2 વર્ષની દીકરીને પાંચમા માળેથી ફેંકીને હત્યા કરી, નાટક ઉઘાડું પડ્યું

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 08:12 AM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં એક માતાએ તેની 2 વર્ષની પુત્રીને પાંચમા માળેથી ફેંકીને હત્યા કરી દીધી હતી.પોલીસની તપાસમાં આ રહસ્યનો પર્દાફાશ થયો છે.

ADVERTISEMENT

રાજકોટ ક્રાઇમબ્રાંચની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 2 વર્ષની દીકરીની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો માતાનો કારસો નિષ્ફળ નીવડ્યો છે. અકસ્માતે અથવા કોઈએ દીકરીને ધક્કો માર્યાની માતાએ બનાવેલી સ્ટોરી પોલીસ તપાસમાં ખોટી પડી છે હકીકતમાં માતાએ દીકરીને 5મા માળેથી ફેંકી દીધી હતી. જન્મથી દીકરી ગમતી ન હોવાની માતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

શું છે આખી ઘટના?

આ દુ:ખદ ઘટના સોમવારે સાંજે બની હતી. મૃતકની ઓળખ સ્નેહા સાકરિયા તરીકે થઈ છે. સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે, સ્નેહા તેના એપાર્ટમેન્ટમાંથી રમવા માટે બહાર ગઈ હતી. થોડીવાર પછી, પડોશીઓએ રડતા રડતા ફોન કર્યો અને પરિવારને જાણ કરી કે બાળક નીચે પડી ગયું છે.

પોલીસને શા માટે પડી આશંકા?

પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી, અને કેટલાક તથ્યો સામે આવ્યા છે જે ઘટનાને શંકાસ્પદ બનાવે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે છોકરી જે બાલ્કની અથવા છતના પેરપેટ પરથી પડી હતી તે 4 ફૂટ ઊંચી હતી, જ્યારે બે વર્ષની સ્નેહા ફક્ત 3 ફૂટ ઊંચી હતી. આટલી નાની છોકરી માટે 4 ફૂટ ઊંચી દિવાલ ચઢીને જાતે પડી જવું ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

rajkot crime rajkot news rajkot crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ