ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ‘કુલદીપ હોત તો મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત!’ અશ્વિને પસંદગીકારોને ભીંસમાં લીધા

સ્પોર્ટ્સ / ‘કુલદીપ હોત તો મેચનું પરિણામ બદલાઈ શક્યું હોત!’ અશ્વિને પસંદગીકારોને ભીંસમાં લીધા

Published By: Nirav Kumar

Last Updated: 10:04 PM, 15 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 સિરીઝ નિર્ણાયક વળાંક પર પહોંચી છે ત્યારે કુલદીપ યાદવને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે. રવિચંદ્રન અશ્વિને આ પસંદગી સામે સવાલ ઉઠાવતાં કહ્યું છે કે કુલદીપની બોલિંગ ભારત માટે મેચમાં મોટો તફાવત ઊભો કરી શકી હોત.

ADVERTISEMENT

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરીઝમાં કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. અશ્વિનના મતે જે બોલર સામે વિરોધી ટીમના બેટ્સમેનોને રમવામાં મુશ્કેલી પડી રહી હોય તેને જ ટીમની બહાર રાખવો સમજની બહાર છે.

કુલદીપને તક ન આપવી અશ્વિનને કેમ ખટકી?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સીરીઝની શરૂઆતની બે મેચમાં કુલદીપ યાદવને રમવાની તક મળી હતી. જોકે ત્યારબાદની બે મેચમાં ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નહોતું. કુલદીપે પ્રથમ ટી-20માં 33 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી મેચમાં તે 53 રન આપીને વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજા મુકાબલામાં તેના મોંઘા સ્પેલ બાદ તેને ટીમની બહાર રાખવામાં આવ્યો હતો.

જોકે અશ્વિન માને છે કે એક મેચના પ્રદર્શનના આધારે કુલદીપ જેવા બોલરની ક્ષમતાને અવગણવી યોગ્ય નથી. ખાસ કરીને જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો તેની ગુગલી અને લેગ સ્પિન સામે મુશ્કેલી અનુભવી શકે છે.

અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે વાત કરતાં ટીમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેના મતે હૈદરાબાદની પીચ પર બાઉન્સ મળવાની શક્યતા હોવા છતાં કુલદીપને તક ન આપવી આશ્ચર્યજનક હતી. અશ્વિને એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે કુલદીપ ટીમમાં હોત તો ભારતને 15થી 20 રનનો ફાયદો થઈ શક્યો હોત. ક્રિકેટમાં આટલો તફાવત પણ ઘણી વખત મેચનું પરિણામ બદલવા માટે પૂરતો સાબિત થાય છે.

હૈદરાબાદમાં રમાયેલી ચોથી ટી-20માં વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વિકેટે 247 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 223 રન સુધી પહોંચી શકી હતી અને 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અશ્વિને કુલદીપને ઇન્દોરમાં ન રમાડવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. તેનું કારણ મેદાનની નાની સાઈઝ અને ત્યાંની પરિસ્થિતિઓ હતી. પરંતુ બીજા મેદાનો પર પણ તેને સતત બહાર રાખવો યોગ્ય નથી, એવું અશ્વિનનું માનવું છે.

તેને એ વાત સામે પણ વાંધો ઉઠાવ્યો કે રાંચીમાં ભારતની હાર માટે જાણે કુલદીપના પ્રદર્શનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો હોય. અશ્વિનના મતે ટીમની હારનો ભાર માત્ર એક ખેલાડી પર મૂકવો યોગ્ય અભિગમ નથી.

વધુ વાંચો : બુમરાહને લઈને મોટા સમાચાર, વનડે છોડી સીધા ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ કરે તેવી શક્યતા

કુલદીપ યાદવની તાજેતરની વનડે સીરીઝ પર નજર કરીએ તો તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચમાં સાત વિકેટ ઝડપી હતી. તે ભારતીય બોલરોમાં સૌથી સફળ રહ્યો હતો. આ પ્રદર્શનને જોતાં T20 સીરીઝમાં તેને સતત તક ન મળવી ચર્ચાનો વિષય બની છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચની ટી-20 સીરીઝ ચાર મેચ બાદ 2-2થી બરાબર હતી. હવે નિર્ણાયક પાંચમી મેચમાં કુલદીપને ફરી તક મળે છે કે નહીં તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ravichandran Ashwin Kuldeep Yadav T20 series

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ