ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમિત શાહ આજે ગુજરાતમાં, રૂપાલમાં 81 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાનો શિલાન્યાસથી લઈને ગરબા મહોત્સવ સુધીના કાર્યક્રમો

ગુજરાત / અમિત શાહ આજે ગુજરાતમાં, રૂપાલમાં 81 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમાનો શિલાન્યાસથી લઈને ગરબા મહોત્સવ સુધીના કાર્યક્રમો

Published By: Nidhi Panchal

Last Updated: 12:11 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રૂપાલમાં ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે, જ્યારે માણસામાં કુળદેવીના દર્શન અને કોલવડામાં ગરબા મહોત્સવમાં હાજરી આપશે.

ADVERTISEMENT

ગુજરાતમાં એક તરફ નવરાત્રિનો માહોલ જામ્યો છે, તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બે દિવસના પ્રવાસને લઈને રાજકીય અને ધાર્મિક ગતિવિધિઓ તેજ બની છે. અમિત શાહ આજે ગુજરાતમાં અનેક ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, પરંતુ તેમના આ પ્રવાસને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ મેયર કોણ બનશે તે અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમિત શાહની મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બીજી તરફ તેમના આગમનને લઈને અમદાવાદથી ગાંધીનગર અને માણસા સુધી સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

amit-shah-2

અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર, રૂપાલ, માણસા અને કોલવડા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે. દર વર્ષની જેમ આ વખતે પણ તેઓ પોતાના પૈતૃક વતન માણસામાં કુળદેવી શ્રી બહુચર માતાજીના દર્શન કરશે અને સંધ્યા આરતીમાં ભાગ લેશે. આ ઉપરાંત રૂપાલમાં ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

અમદાવાદમાં બે જૈન આચાર્યોના લેશે આશીર્વાદ

કેન્દ્રીય ગૃહમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ બપોરે 2:45 કલાકે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થ દેરાસર ખાતે પહોંચશે. અહીં તેઓ ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કરશે. ત્યારબાદ બપોરે 3:15 કલાકે તેઓ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે જશે. અહીં ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવશે. આમ, ગુજરાત પ્રવાસની શરૂઆતમાં અમિત શાહ અમદાવાદમાં બે ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે.

રૂપાલમાં શિવજીની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો કરશે શિલાન્યાસ

અમદાવાદના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સાંજે 5:45 કલાકે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે પહોંચશે. અહીં તેઓ વિશ્વપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર્શન અને પૂજન કરશે. આ દરમિયાન રૂપાલ ખાતે નિર્માણ પામનારી ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસની વિધિમાં પણ તેઓ સહભાગી થશે. આ કાર્યક્રમ અમિત શાહના ગુજરાત પ્રવાસના મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાંનો એક છે.

માણસામાં કુળદેવી બહુચર માતાજીની આરતી કરશે

રૂપાલના કાર્યક્રમ બાદ અમિત શાહ સાંજે 7:15 કલાકે પોતાના પૈતૃક વતન માણસા પહોંચશે. અહીં તેઓ કુળદેવી શ્રી બહુચર માતાજીના મંદિરે દર્શન કરશે અને સંધ્યા આરતીમાં ભાગ લેશે. અમિત શાહ દર વર્ષની માફક આ વખતે પણ પોતાના વતનમાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે. તેમના આગમનને ધ્યાનમાં રાખીને માણસામાં સુરક્ષાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

કોલવડામાં ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે

માણસામાં માતાજીની આરતી કર્યા બાદ અમિત શાહ રાત્રે 9:15 કલાકે ગાંધીનગરના કોલવડા ખાતે પહોંચશે. અહીં નવરાત્રિ ચોકમાં શ્રી રામજી મંદિર પાસે નવરાત્રિ યુવક મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં હાજરી આપશે. આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગરબા રમતા ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે. નવરાત્રિના માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીને લઈને આ કાર્યક્રમ ખાસ બની રહેશે.

અમિત શાહના પ્રવાસને લઈને પોલીસ એક્શન મોડમાં

કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ખાસ કરીને માણસા ખાતે પોલીસ કાફલો એક્શન મોડમાં આવી ગયો છે. અમિત શાહના પ્રોટોકોલ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત સંબંધિત કચેરીઓ અને માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તેમના કાર્યક્રમો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

ગાંધીનગરના નવા મેયર અંગે પણ ચર્ચાઓ તેજ

અમિત શાહનો આ ગુજરાત પ્રવાસ માત્ર ધાર્મિક કાર્યક્રમોને કારણે જ નહીં, પરંતુ રાજકીય દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. હવે મહાનગરપાલિકામાં મેયર પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તે અંગે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ ચાલી રહી છે.

આ પણ વાંચો : સુરતના મોટા વરાછામાં ‘અન્નપૂર્ણા ખોડલધામ’ની જાહેરાત, પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ

ગાંધીનગરના નવા મેયર પદનો કળશ કોના શિર પર ઢોળાશે તે અંગે રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આવા સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગાંધીનગર મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે મેયર પદ અંગે આ પ્રવાસ દરમિયાન કોઈ નિર્ણય લેવામાં આવશે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amit Shah Mansa Visit Rupal Shiva Statue Amit Shah Gujarat Visit

Published by

Nidhi Panchal

media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ