ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, બ્રાહ્મણ સમાજ અંગે અપશબ્દો બોલ્યાનો દાવો

VIDEO / કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, બ્રાહ્મણ સમાજ અંગે અપશબ્દો બોલ્યાનો દાવો

Published By: Vishal Khamar
Reported By: Dipak Solanki

Last Updated: 03:06 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખની કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં બ્રાહ્મણ સમાજ અંગે અપશબ્દો બોલાયાનો દાવો. ઓડિયો ક્લિપની સત્યતાની VTV News પુષ્ટિ કરતું નથી.

ADVERTISEMENT

અમદાવાદઃ કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખની એક કથિત ઓડિયો ક્લિપ સામે આવ્યા બાદ વિવાદ સર્જાયો છે. વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપમાં ફોન પરની વાતચીત દરમિયાન ગ્યાસુદ્દીન શેખે બ્રાહ્મણ સમાજ અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

વાયરલ ઓડિયોમાં બ્રાહ્મણ સમાજ અને મિયાભાઈઓને અંદરોઅંદર લડાવવાનું કામ કરવામાં આવતું હોવા અંગેની વાતચીત સંભળાતી હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. આ ક્લિપને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

ભાજપના વ્યક્તિ સાથે માથાકૂટ બાદની વાતચીત હોવાનો દાવો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઓડિયો ક્લિપ અંગે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના કોઈ વ્યક્તિ સાથે થયેલી માથાકૂટ બાદની આ વાતચીત છે. જોકે, ઓડિયોની પૃષ્ઠભૂમિ, તેમાં સંભળાતા અવાજની ઓળખ અને ક્લિપની સત્યતા અંગે સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચોઃ ‘સારથિ’ હેઠળ શાળાઓમાં વિદ્યાર્થી સુરક્ષા સમિતિ બનશે, ફરિયાદોના ઉકેલ માટે WhatsApp હેલ્પલાઈન શરૂ થશે

ઓડિયોની સત્યતા અંગે સસ્પેન્સ

હાલમાં આ ઓડિયો ક્લિપની અધિકૃત રીતે ખરાઈ થઈ હોવાની પુષ્ટિ ઉપલબ્ધ નથી. તેથી ક્લિપમાં સંભળાતી વાતોને ગ્યાસુદ્દીન શેખનાં પ્રમાણિત નિવેદનો તરીકે ગણવી યોગ્ય નથી. આ મામલે ગ્યાસુદ્દીન શેખનો પક્ષ કે કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવે તો સમગ્ર ઘટનાની વધુ સ્પષ્ટતા થઈ શકે છે. VTV NEWS આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતાનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gyasuddin Shaikh controversy Gyasuddin Shaikh viral audio Gujarat Congress news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ