ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાઉદી અરેબિયામાં ફસાયેલા સુરેન્દ્રનગરના યાત્રિકો હેમખેમ પરત ફર્યા, મક્કાથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા, પરિવારમાં ખુશીનો માહોલ

સુરેન્દ્રનગર / સાઉદી અરેબિયામાં ફસાયેલા સુરેન્દ્રનગરના યાત્રિકો હેમખેમ પરત ફર્યા, મક્કાથી મુંબઈ એરપોર્ટ પહોંચ્યા, પરિવારમાં ખુશીનો માહોલ

Published By: Vishal Khamar
Reported By: Sachin Pithava

Last Updated: 05:50 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉદી અરેબિયામાં રિયાધ એરપોર્ટ નજીક મિસાઈલ હુમલા અને ફ્લાઈટ રદ થવાના કારણે ફસાયેલા સુરેન્દ્રનગરના હજ યાત્રિકો મક્કાથી મસ્કત થઈ મુંબઈ પહોંચ્યા અને ટ્રેન મારફતે વતન જવા રવાના થયા.

ADVERTISEMENT

સુરેન્દ્રનગર: સાઉદી અરેબિયામાં ઉમરાહ યાત્રા માટે ગયેલા અને ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં અટવાઈ પડેલા સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રિકો આખરે હેમખેમ ભારત પરત ફર્યા છે. મક્કાથી મસ્કત થઈ મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત પહોંચ્યા બાદ તેઓ ટ્રેન મારફતે સુરેન્દ્રનગર આવવા રવાના થયા હતા. યાત્રિકોની સુરક્ષિત વાપસીના સમાચાર મળતાં જ પરિવારજનો અને સ્વજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હાજી બટુકભાઈ સહિત પરિવારના સભ્યો ઉમરાહ યાત્રા માટે સાઉદી અરેબિયા ગયા હતા. તેઓ 12 ઓક્ટોબરના રોજ ભારત પરત ફરવાના હતા, પરંતુ રિયાધ એરપોર્ટ નજીક મિસાઈલ હુમલાની ઘટના બાદ ફ્લાઇટ રદ થતાં તેમની વતન વાપસીમાં વિલંબ થયો હતો. આ પરિસ્થિતિને કારણે યાત્રિકો સાઉદી અરેબિયામાં અટવાઈ પડ્યા હતા, જેના પગલે તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી.

જોકે, મક્કાથી મસ્કત થઈને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત પહોંચતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મુંબઈથી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર આવવા રવાના થયેલા યાત્રિકોની સુરક્ષિત વાપસીથી સ્વજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન યાત્રિકોની વતન વાપસી થતાં પરિવારજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. હાજી બટુકભાઈના પુત્ર આરિફભાઈ જરગેલાએ યાત્રિકોની સુરક્ષિત વાપસી બદલ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર દુર્ઘટના, 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકીની 6 દિવસ બાદ પણ શોધખોળ ચાલુ

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના આશરે ચાર જેટલા ઉમરાહ યાત્રિકો પરત ફરતાં તેમના પરિવારજનોની ચિંતા દૂર થઈ છે. લાંબી રાહ અને અનિશ્ચિતતા બાદ સ્વજનો સુરક્ષિત ઘરે પરત ફરી રહ્યા હોવાના સમાચારથી સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar Hajj pilgrims Hajj pilgrims return safely Saudi Arabia stranded pilgrims

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ