ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અમેરિકામાં ગુંજ્યું પ્રભુ શ્રી રામનું નામ, 'રામાયણ' ની એડવાન્સ બુકિંગે મચાવ્યો હંગામો, તોડ્યા તમામ રેકોર્ડ!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / અમેરિકામાં ગુંજ્યું પ્રભુ શ્રી રામનું નામ, 'રામાયણ' ની એડવાન્સ બુકિંગે મચાવ્યો હંગામો, તોડ્યા તમામ રેકોર્ડ!

Last Updated: 07:00 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રણબીર કપૂર અને યશ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'એ રિલીઝ પહેલા જ અમેરિકી બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો છે.

1/5

photoStories-logo

1. અમેરિકામાં ગુંજ્યું પ્રભુ શ્રી રામનું નામ, 'રામાયણ' ની એડવાન્સ બુકિંગે મચાવ્યો હંગામો, તોડ્યા તમામ રેકોર્ડ!

નિતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી બ્રહ્માંડિય ફિલ્મ 'રામાયણ'ને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના નવા ટ્રેલરે આંતરરાષ્ટ્રીય સ્તરે એવો જાદુ ચલાવ્યો છે કે અમેરિકી ઓડિયન્સમાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકામાં ફિલ્મની પ્રી-સેલ એડવાન્સ બુકિંગની શરૂઆત થઈ હતી અને ખુલતાની સાથે જ ફિલ્મે ઇતિહાસ રચવાનું શરૂ કરી દીધું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રામાયણનો વૈશ્વિક સ્તરે ડંકો

બોલિવૂડ માટે આ વર્ષ અત્યાર સુધી શાનદાર રહ્યું છે. 'બોર્ડર 2', 'ધુરંધર' અને 'દશ્યમ 3' જેવી ફિલ્મોએ શાનદાર કમાણી કરી છે, પરંતુ હવે રણબીર કપૂર અને સુપરસ્ટાર યશની મુખ્ય ભૂમિકા વાળી 'રામાયણ' વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અમેરિકામાં એડવાન્સ બુકિંગે રચ્યો ઇતિહાસ

ગ્લોબલ ટ્રેલર રિલીઝ થયા બાદ અમેરિકાના બોક્સ ઓફિસ પર 'રામાયણ' ને અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, 16 ઓક્ટોબરના રોજ સવારે 10:20 વાગ્યા સુધીમાં અમેરિકામાં ફિલ્મની 7,663 ટિકિટો વેચાઈ ચૂકી હતી. સૌથી ખાસ વાત એ છે કે એડવાન્સ બુકિંગ શરૂ થયાને હજુ 24 કલાક પણ પૂરા થયા નહોતા અને ફિલ્મે આ આંકડો પાર કરી લીધો હતો. આ સાથે જ 'ધુરંધર ધ રિવેંજ' નો રેકોર્ડ પણ તૂટી ગયો છે, જેણે અગાઉ 768 ટિકિટો વેચી હતી (જોકે બંને ફિલ્મોના શોર્સની સંખ્યામાં તફાવત છે).

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવશે

સોની પિક્ચર્સ દ્વારા વિતરણ કરવામાં આવતી આ ફિલ્મને વિશ્વભરમાં મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. અંદાજ મુજબ, ભારત બહાર આ ફિલ્મ 50 હજારથી વધુ સ્ક્રીન્સ પર પ્રદર્શિત થશે. અત્યાર સુધી અમેરિકામાં ફિલ્મનું બુકિંગ 1.64 લાખ ડૉલર (આશરે 1.56 કરોડ રૂપિયા) પર પહોંચી ગયું છે અને હાલમાં 1,472 શોઝ માટે ટિકિટો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં શોઝની સંખ્યા વધવાની પૂરી સંભાવના છે. હજુ કેનેડામાં એડવાન્સ બુકિંગ શરૂ થવાનું બાકી છે અને ફિલ્મની રિલીઝમાં હજુ 19 દિવસ બાકી છે, ત્યારે આંકડાઓ હજુ વધુ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ભારતમાં ક્યારે શરૂ થશે એડવાન્સ બુકિંગ?

વિદેશોમાં શાનદાર સફળતા બાદ હવે ભારતીય દર્શકોની નજર એડવાન્સ બુકિંગ પર છે. ભારતમાં દશેરાના પાવન અવસર પર એટલે કે 20 ઓક્ટોબર થી 'રામાયણ' નું એડવાન્સ બુકિંગ શરૂ થવા જઈ રહ્યું છે. 5 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ભવ્ય ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

USAdvanceBooking Ramayana RanbirKapoor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ