ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 21.8 કિમીનું માઇલેજ, રૂ. 10.91 લાખ કિંમત; આ SUV પર તૂટી પડ્યા લોકો, વેચાઈ ગઈ 15 લાખ યુનિટ્સ

photo-story

6 ફોટો ગેલેરી

ઓટો / 21.8 કિમીનું માઇલેજ, રૂ. 10.91 લાખ કિંમત; આ SUV પર તૂટી પડ્યા લોકો, વેચાઈ ગઈ 15 લાખ યુનિટ્સ

Last Updated: 06:52 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હ્યુન્ડાઈ ક્રેટા (Hyundai Creta) એ ભારતીય ઓટોમોબાઈલ ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવતા કુલ 15 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ પૂર્ણ કર્યું છે.

1/6

photoStories-logo

1. 21.8 કિમીનું માઇલેજ, રૂ. 10.91 લાખ કિંમત; આ SUV પર તૂટી પડ્યા લોકો, વેચાઈ ગઈ 15 લાખ યુનિટ્સ

ભારતીય ઓટોમોબાઈલ બજારમાં મિડ-સાઇઝ એસયુવી (Mid-size SUV) સેગમેન્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે. આ સેગમેન્ટમાં એક ગાડીએ વેચાણનો નવો અને અવિશ્વસનીય રેકોર્ડ કાયમ કરીને પોતાની બેતાજ બાદશાહ હોવાનું સાબિત કરી દીધું છે. આ ગાડી બીજું કોઈ નહીં પણ દેશભરમાં લોકપ્રિય બનેલી Hyundai Creta છે. હ્યુન્ડાઈ ક્રેટાને ભારતમાં અત્યાર સુધી 15 લાખથી વધુ ગ્રાહકોએ ખરીદી લીધી છે. જુલાઈ 2015 માં તેના પ્રથમ લોન્ચિંગથી લઈને અત્યાર સુધી આ કારનું કુલ વેચાણ 15,12,036 યુનિટ્સ પર પહોંચી ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ક્રેટાનું કુલ એક્સપોર્ટ પણ 2,95,994 યુનિટ્સ

ભારતીય ઓટોમોટિવ ઇતિહાસમાં આ એક અત્યંત મોટી સફળતા માનવામાં આવે છે. હ્યુન્ડાઈ કંપનીના ભારતમાં પ્રવેશ કર્યા પછી કંપનીની કુલ પેસેન્જર વાહનોની વેચાણમાં એકલા ક્રેટાનો હિસ્સો 15 ટકા જેટલો રહ્યો છે. આ ઉપરાંત ઓગસ્ટ 2026 ના અંત સુધીમાં ક્રેટાનું કુલ એક્સપોર્ટ પણ 2,95,994 યુનિટ્સ સુધી પહોંચી ગયું છે, જે તેને ૩ લાખ કારના આયાત-નિર્યાતના માઈલસ્ટોનની નજીક લઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. વેચાણના મામલે શાનદાર રહ્યું છે વર્ષ 2026

ક્રેટાએ પાછલા વર્ષો દરમિયાન સતત નવા રેકોર્ડ્સ બનાવ્યા છે. નાણાકીય વર્ષ 2026 (FY2026) દરમિયાન ક્રેટાએ અત્યાર સુધીનું સૌથી મોટું વાર્ષિક વેચાણ નોંધાવ્યું હતું, જેમાં કંપનીએ 2,01,921 યુનિટ્સનો હોલસેલ ડિસ્પેચ કર્યો હતો જે ગત વર્ષની સરખામણીમાં 4 ટકા વધુ હતો. જાન્યુઆરી 2024 માં આવેલી અપડેટેડ ક્રેટા ફેસલિફ્ટ અને જાન્યુઆરી 2025 માં લોન્ચ થયેલી ક્રેટા ઇલેક્ટ્રિક (EV) મોડેલે મળીને સપ્ટેમ્બર 2026 સુધીમાં દેશભરમાં આશરે 5.3 લાખ યુનિટ્સનું બમ્પર વેચાણ નોંધાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. Hyundai Creta ના શાનદાર ફીચર્સ અને માઇલેજ

હાલમાં બજારમાં ઉપલબ્ધ ક્રેટા પેટ્રોલ અને ડીઝલ મોડેલ ત્રણ પાવરફુલ એન્જિન ઓપ્શન્સ સાથે વેચાઈ રહી છે. 1.5-લિટર નેચરલી પેટ્રોલ એન્જિન: જે 115hp ની પાવર આપે છે. 1.5 -લિટર ડાયરેક્ટ-ઇન્જેક્શન ટર્બો-પેટ્રોલ એન્જિન: જે સ્પોર્ટી ડ્રાઇવિંગ માટે 160hp પાવર ઉત્પન્ન કરે છે. 1.5-લિટર ડીઝલ એન્જિન: જે 116hp પાવર સાથે કિફાયતી સાબિત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ

પેસેન્જર્સની સુરક્ષા માટે આ કારના તમામ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ, ABS અને EBD જેવા જરૂરી સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. એન્જિનના વિકલ્પ મુજબ આ કારનું ARAI પ્રમાણિત માઇલેજ 17.4 કિમીથી 21.8 કિમી પ્રતિ લીટર સુધીનું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કિંમત

Hyundai Creta ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.91 લાખથી શરૂ થઈને ટોપ મોડેલ માટે રૂ. 20.14 લાખ સુધી જાય છે. એક અહેવાલ મુજબ, હ્યુન્ડાઈ આગામી સમયમાં ભારતમાં ક્રેટાનું તદ્દન નવું નેક્સ્ટ-જનરેશન મોડેલ પણ લોન્ચ કરી શકે છે, જે કંપનીના મોર્ડન K3 પ્લેટફોર્મ પર આધારિત હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

SUV HyundaiCreta AutoSector
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ