ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં સર ટી હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, ઘટનાનો વીડિયો સામે આવ્યો, 4 સામે ફરિયાદ નોંધાઈ

કાર્યવાહી / ભાવનગરમાં સર ટી હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, ઘટનાનો વીડિયો સામે આવ્યો, 4 સામે ફરિયાદ નોંધાઈ

Published By: Vishal Khamar
Reported By: Hiren Chauhan

Last Updated: 07:54 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં સર ટી. હોસ્પિટલના સિક્ટોરિટી ગાર્ડ પર ગુરૂવારના રોજ રાત્રિના સમયે થયેલ બોલાચાલી બાદ માર મારવાના બનાવમાં પોલીસે સીસીટીવીના આધારે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.

ADVERTISEMENT

ભાવનગર શહેરની સર ટી.હોસ્પિટલના ગેટ નં. 3 પર ગુરૂવારે રાત્રિના સમયે ફરજ બજાવતા સિક્યોરીટી ગાર્ડ સાથે કેટલાક શખ્સો દ્વારા બોલાચાલી કરી અપશબ્દો બોલી સિક્યોરીટી ગાર્ડને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સિક્યોરીટી ગાર્ડે આ સમગ્ર મામલે નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. પોલીસે વીડિયોના આધારે આકાશ કિશોરભાઈ રાઠોડ સહિત ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.

શું હતો સમગ્ર મામલો

ગુરૂવારાના રાત્રીના સમયે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અયુબભાઈ કાળુભાઈ સમા (ઉ.વર્ષ. 26) ગેટ નં. 3 પર ફરજ બજાવતા હતા. તે દરમ્યાન આકાશ તેમજ તેની સાથે રહેલા ત્રણ અજાણ્યા શખ્સો અયુબભાઈ પાસે આવી તેમનો કોઈ પણ વાંક વગર અપશબ્દો બોલ્યા હતા. જે બાબતે અયુબભાઈએ આકાશ અને તેની સાથેના ત્રણ શખ્સોને અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ અયુબભાઈને ગડદાપુટાનો માર મારી તેમને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી.

આ પણ વાંચોઃ આઠ સંતાનની માતાને લઈ ભુવો ભાગ્યો, પતિ કર્યો એવો દાવો કે...

પોલીસે આકાશ સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો

મામલો વધુ ઉગ્ર બની જતા હોસ્પિટલમાં રાત્રીના સમયે ફરજ બજાવતા અન્ય સિક્યોરીટી ગાર્ડ તેમજ હોસ્પિટલમાં રહેલ દર્દીઓના સગાઓ ભેગા થઈ જતા આકાશ સહિત તેની સાથે રહેલા ચાર શખ્સોએ અયુબભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સિક્યોરીટી ગાર્ડ અયુબભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા રાહદારીઓએ તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસે આકાશ સહિત ત્રણ શખ્સો સામે બીએનએસની કલમ 115(2), 352, 351(2) 351(3) તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Hospital Security Guard Attack Akash Rathod Sir T Hospital Bhavnagar

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ