ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આઠ સંતાનની માતાને લઈ ભુવો ભાગ્યો, પતિ કર્યો એવો દાવો કે...

તપાસ / આઠ સંતાનની માતાને લઈ ભુવો ભાગ્યો, પતિ કર્યો એવો દાવો કે...

Published By: Vishal Khamar

Last Updated: 07:22 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તાર એવા વાવ-થરાદમાં લોકોને ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 8 સંતાનની માતા 2 વર્ષની બાળકી સાથે ભુવાજી સંગ ફરાર થઈ જતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ADVERTISEMENT

આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી રહ્યા છે. જો તમે પણ ભુવાજી પાસે દાણા જોવડાવવા જઈ રહ્યા છો તો જતા પહેલા સો-વાર વિચારજો. ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારને અડીને આવેલ અને પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર અને હાલમાં નવી જિલ્લા તરીકે જાહેર થયેલ વાવ-થરાદ જિલ્લામાં ભુવાજી પરણીતાને મહિલાને લઈ ફરાર થઈ જતા મહિલાના પતિએ દિયોદર પોલીસ મથકે પોતાની પત્નીને ભુવાજીની પ્રેમજાળમાંથી પરત લાવવા માટે ગુહાર લગાવી છે.

દુ:ખ દૂર કરવાના નામે બની ગયા જીવનસાથી

મળતી માહિતી મુજબ તાજેતરમાં જ નવીન જિલ્લો જાહેર થયેલ વાવ-થરાદ ખાતે રહેતા અને મજૂરી કરતા પરિવારને દુઃખ હોઈ પતિ દ્વારા તેની પત્નીને દુઃખ દૂર કરવા માટે દાણા જોવ઼ડાવવા ભુવાજી પાસે મોકલતો હતો. પરણીતા અવાર નવાર પોતાના પરિવારનું દુઃખ દૂર કરવા માટે ભુવાજી પાસે જતી હતી. તે સમયગાળા દરમ્યાન ભુવાજી તેમજ પરણીતા વચ્ચે પ્રેમ સંબંધ પ્રાંગર્યો હતો. પરણીતા પોતાના ઘરનું દુઃખ દૂર થશે તેવી આશાએ ભુવાજીને ત્યાં જતી હતી. ભુવાજી દુઃખ દૂર કરવાના નામે મહિલાને પોતાની પ્રેમજાળમાં ફસાવી જીવનસાથી બની ગયા છે. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

આ પણ વાંચોઃ AAPના ધારાસભ્ય ચૈતર વસવાના મોટાભાઈએ આ કારણસર પીધું ઝેર, હાલત કફોડી, હોસ્પિટલમાં દાખલ કરાયા

પરણીતાના પતિએ ન્યાય માટે ગુહાર લગાવી

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પરણીત મહિલાને સંતાનતમાં 8 બાળકો છે. પરણીતા 2 વર્ષની બાળકી સાથે ભુવાજી સાથે ફરાર થઈ જતા આ મામલો સમગ્ર ગામમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ મામલે મહિલાના પતિએ દિયોદર પોલીસ મથકે પોતાની પત્નીને પરત લાવવા માટે ન્યાયની ગુહાર લગાવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ભુવાજી તેમજ પરિણીતાની શોધખોળ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Crime News Vav Tharad News Bhuwaji News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ