ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નકલી મોબાઈલ વેચવાનું મસમોટું કૌભાંડ પકડાયું, 6 વેપારીઓની ધરપકડ
Last Updated: 08:34 PM, 16 October 2026
ADVERTISEMENT
સામાન્ય રીતે કોઈ મોબાઈલની ઓળખ તેના IMEI નંબર પરથી થાય છે. પરંતુ જો એક જ મોબાઈલમાં બે અલગ અલગ IMEI નંબર જોવા મળે તો. આવા જ એક મોબાઈલની માહિતી પોલીસને મળી હતી. બસ આ માહિતીને આધારે પોલીસે ડુપ્લીકેટ મોબાઈલની ફેક્ટરી પકડી પાડી. ગીતામંદિર મોબાઈલ માર્કેટમાં ડુપ્લિકેટ કીપેડ મોબાઈલનો ખેલ ચાલી રહ્યો હતો. અલગ અલગ દુકાનોમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ મોબાઈલ અને અન્ય સામગ્રી મળી આવી હતી. જુવો આખરે આ ડુપ્લિકેટ મોબાઈલ પાછળનું નેટવર્ક શું છે? કેવી રીતે તૈયાર થતા હતા આ મોબાઈલ અને ક્યાં સુધી ફેલાયેલું હતું તેનું વેચાણનું નેટવર્ક?
ADVERTISEMENT

નકલી મોબાઈલ અને એસેસરીઝ કેસમાં કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી
ADVERTISEMENT
પોલીસે રમેશ સોલંકી, રવિન્દ્રકુમાર ઉર્ફે રવિ છીપા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રજાપતિ, રૂપારામ ચૌધરી , દિનેશ ઘાંચી અને મહેન્દ્ર મોદીની નકલી મોબાઈલ અને એસેસરીઝ કેસમાં કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ શહેરની સૌથી મોટી રિટેલ અને હોલસેલ મોબાઈલ માર્કેટ છે. અહીંથી સમગ્ર રાજ્ય માંથી નાના મોટા વેપારીઓ મોબાઈલ તેમજ એસેસરીઝની ખરીદી કરે છે.

ADVERTISEMENT
કીપેડ વાળા ડુપ્લીકેટ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા
આ જ મોબાઈલ માર્કેટમાં ડુપ્લિકેટ મોબાઈલના વેપારનો ચાલતો હતો જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કાગડાપીઠ પોલીસ અને ઝોન-6 એલસીબીની ટીમે પાંચ દુકાનોમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન જિયો, સેમસંગ અને નોકિયા કંપનીના બિલ વગરના 7 લાખથી વધુની કિંમતના 1034 જેટલા કીપેડ વાળા ડુપ્લીકેટ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડ મામલે અલગ અલગ કંપનીઓના અધિકારીને જાણ કરવાના આવી હતી. જેના આધારે સેમસંગ કંપનીના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. નવ જેટલા વેપારીઓ વિરુદ્ધ ટ્રેડમાર્ક એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદને આધારે પોલીસે 6 વેપારીઓની ધરપકડ કરી છે.
ADVERTISEMENT

ડુપ્લિકેટ મોબાઈલ કાલુપુર અને અન્ય જગ્યાઓથી મંગાવવામાં આવતા
ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નોકિયા અને સેમસંગના ડુપ્લિકેટ મોબાઈલ કાલુપુર અને અન્ય જગ્યાઓથી મંગાવવામાં આવતા હતા, જ્યારે જિયોના મોબાઈલ તૈયાર કરવા માટેની સામગ્રીનો ઉપયોગ કરીને મોબાઈલ બનાવવામાં આવતા હતા. પોલીસને સ્ટિકર, બોક્સ, સર્કિટ, બેટરી, ચાર્જર અને અન્ય સ્પેરપાર્ટ્સ મળી આવ્યા છે. મોબાઈલ તૈયાર કરવા માટેનાં મશીનો અને IMEI નંબરના સ્ટિકર પણ મળી આવ્યા છે.

ADVERTISEMENT
60થી 70 જેટલા મોબાઈલ બનાવવામાં આવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક જ IMEI નંબરનો ઉપયોગ કરીને 60થી 70 જેટલા મોબાઈલ બનાવવામાં આવ્યા છે. વેપારીઓ ડુપ્લીકેટ મોબાઈલ 300 થી 350 રૂપિયામાં તૈયાર કરી 500 રૂપિયાની આસપાસની કિંમતમાં વેચાણ કરતા હતા. કેટલાક મોબાઈલ છૂટકમાં, તો કેટલાક આસપાસનાં ગામડાંમાં નાની દુકાનોમાં વેચવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે નોકિયા અને સેમસંગના ડુપ્લીકેટ ફોન કાલુપુર અને અન્ય જગ્યાઓથી મંગાવવાના આવતા હતા જ્યારે જિયોના ફોન ત્યાં જ બનાવવામાં આવતા હતા. ડુપ્લીકેટ મોબાઈલ બનાવવા માટે સર્કિટ, બોડી, બેટરી, ચાર્જર અને સ્ટીકર જેવી વસ્તુઓ તેમજ હીટર, ગ્લુ સહિતની સામગ્રીઓ પણ દુકાનો માંથી મળી આવી છે.
આ પણ વાંચોઃ ભાવનગરમાં સર ટી હોસ્પિટલના સિક્યોરિટી ગાર્ડ પર હુમલો, ઘટનાનો વીડિયો સામે આવ્યો, 4 સામે ફરિયાદ નોંધાઈ
પોલીસે 6 જેટલા વેપારીઓની ધરપકડ કરી
મહત્વનું છે કે આ ડુપ્લિકેટ મોબાઈલનો ઉપયોગ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ, ગેરકાયદેસર પ્રવૃત્તિ, સાયબર ફ્રોડ કે મ્યુલ એકાઉન્ટ સાથે જોડાયેલી પ્રવૃત્તિમાં થયો છે કે કેમ. વેપારીઓ કાચો માલ ક્યાંથી લાવતા હતા અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે, તે અંગે પણ તપાસ કરવામાં આવશે. કબજે કરાયેલા મોબાઈલને FSLમાં મોકલી બેટરી, સર્કિટ અને અન્ય ભાગોમાં કોઈ ચેડાં કરવામાં આવ્યાં છે કે કેમ, તેની તપાસ કરવાની દિશામાં પણ કાર્યવાહી થઈ શકે છે. હાલતો પોલીસે 6 જેટલા વેપારીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો