ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'કાન ફાડી નાખે એવો અવાજ થતો હોય તો ગરબા જ બંધ કરાવી દો' HCએ ગુજરાત સરકારને લગાવી ફટકાર
Last Updated: 09:06 AM, 17 October 2026
ADVERTISEMENT
ગીર સોમનાથના વેરાવળમાં સાયલન્ટ ઝોનમાં ગરબાને લઈને સુનાવણી કરતા હાઈકોર્ટે ગુજરાત સરકારને આકરી ફટકાર લગાવી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, અવાજ અસહ્ય હોય તો તેને ઓછો કરાવો અથવા આયોજન બંધ કરાવો. સમગ્ર મામલે કોર્ટે GPCBને ગરબા સ્થળના અવાજનો આગામી 3 દિવસનો નવો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
સરકારે શું રજૂઆત કરી?
સરકારી વકીલે એવી રજૂઆત કરી કે અરજદાર તરફ થી આપવામાં આવેલ ડેસિબલ રિપોર્ટ યોગ્ય નથી. અરજદારે મોબાઈલ થી સાઉન્ડ ડેસિબલ માપ્યું છે વેરાવળમાં દરિયો નજીક છે એટલે ચોક્કસ ડેસિબલ મોબાઈલથી ના થઈ શકે. જે વિવાદિત ગરબા છે ત્યાં dj કોઈ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થતો નથી.
ADVERTISEMENT
સ્પીકરની દિશા બદલો, અવાજ ઘટાડો: હાઈકોર્ટ
સરકારની રજૂઆતો બાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે અવાજ નિયંત્રિત કરવા માટે વ્યવહારુ પગલાં લઈ શકાય છે. સ્પીકરની દિશા બદલી શકાય છે અને જો અવાજ અસહ્ય થતો હોય તો તેને ઓછો કરી શકાય છે. કોર્ટે GPCBને અગાઉના રિપોર્ટ કરતાં વધુ યોગ્ય અને સ્પષ્ટ માહિતી સાથે આગામી ત્રણ દિવસના મોનિટરિંગનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો.કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો અવાજનું સ્તર અસહ્ય હોય તો તેને ઘટાડવા માટે પગલાં લેવામાં આવે અને જરૂરિયાત જણાય તો ગરબાનું આયોજન બંધ કરાવવામાં આવે. આમ, હવે આગામી ત્રણ દિવસ દરમિયાન નોંધવામાં આવતા અવાજના સ્તર અને GPCBના નવા રિપોર્ટ પર આ કેસમાં આગળની કાર્યવાહીનો આધાર રહેશે.
ADVERTISEMENT
શું છે સમગ્ર વિવાદ?
ADVERTISEMENT
ગીર સોમનાથના બે અરજદારોએ વેરાવળમાં સાયલન્ટ ઝોનમાં ગરબાના આયોજન સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અરજદારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગરબાના આયોજનની વિરુદ્ધ નથી, પરંતુ હોસ્પિટલ નજીકના સાયલન્ટ ઝોનમાં ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન થવું જોઈએ તેવી તેમની રજૂઆત છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.