ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભરૂચના સાયખામાં ફાર્માકેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી 4 મજૂરોના મોત, ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર
Last Updated: 07:32 AM, 17 October 2026
ADVERTISEMENT
ભરૂચના સાયખા GIDCની SynZeal Pharmachem Pvt. Ltd. કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થતાં 4 મજૂરોના મોત થયા હતા. બ્લાસ્ટની ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી છે.રિએક્ટર બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટની અતિશય તીવ્રતાના કારણે રિએક્ટરનો તૂટેલો ભાગ હવામાં ફેંકાઈને કંપની બહાર જઈને પડ્યો હતો. આ ભયાનક વિસ્ફોટ થયા બાદ કંપનીની બહાર ચારેય તરફ ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું હતું.
ADVERTISEMENT
પોલીસનો કાફલો તાબડતોબ કંપનીમાં પહોંચ્યો
સ્થાનિક પોલીસ વિભાગની ટીમ પણ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી હતી. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ તાત્કાલિક પ્લાન્ટમાં પહોંચી ગઈ હતી. તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તાકીદે પરિસ્થિતિની સમીક્ષા કરી રાહત કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો : નેહા બોરાનો અડધી રાતે છૂટકારો, પોલીસે અભિજિત દીપકે સામે લીધું કડક એક્શન
કયા કારણે બ્લાસ્ટ થયો તપાસ શરુ
ADVERTISEMENT
કંપનીમાં કયા કારણોસર રિએક્ટરમાં આટલો મોટો બ્લાસ્ટ થયો તે હાલ તપાસનો મુખ્ય વિષય બન્યો છે. પોલીસ અને સેફ્ટી ટીમે ઘટનાસ્થળે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિએક્ટરમાં કઈ ખામીના પગલે આ ભીષણ બ્લાસ્ટ થયો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. સેફ્ટી ટીમે કંપનીના પ્લાન્ટમાં તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.