ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચૈતર વસાવાના હંગામી જામીન મંજૂર, ઝેરી દવા ગટગટાવી લેતાં હોસ્પિટલમાં દાખલ ભાઈને મળવા હાઈકોર્ટે જામીન આપ્યા
Last Updated: 10:06 PM, 16 October 2026
ADVERTISEMENT
ગુજરાત હાઈકોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને એક દિવસના હંગામી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આપઘાતનો પ્રયાસ કર્યા બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તેમના ભાઈને મળવા માટે કોર્ટે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના હંગામી જામીન આપ્યા છે. નોંધનીય છે કે ફોરેસ્ટ કર્મીને માર મારવાના કેસમાં ચૈતર વસાવા હાલ જેલમાં બંધ છે. ભાઈની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને મળવા માટે કોર્ટે આ રાહત આપી છે.
ADVERTISEMENT
સુરત: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. 35 વર્ષીય શાંતિલાલ વસાવાને ગંભીર હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓ મેડિકલ ICUમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, દર્દીની હાલત ગંભીર છે અને હાલમાં તેઓ ભાનમાં નથી.
બે દિવસથી દર્દીની સ્થિતિમાં ખાસ સુધારો નહીં
ADVERTISEMENT
સુરત સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, શાંતિલાલ દામજીભાઈ વસાવાને 12 ઓક્ટોબરના રોજ મેડિકલ ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઓર્ગેનોફોસ્ફરસ પોઈઝનિંગ (OP Poisoning) થયું છે. હાલ મેડિસિન વિભાગના ડૉ. અશ્વિન વસાવાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT
દર્દીને વેન્ટિલેટર સપોર્ટ, નેબ્યુલાઇઝેશન, એન્ટિબાયોટિક્સ, IV ફ્લૂઇડ્સ અને બ્લડપ્રેશર નિયંત્રિત કરવા માટેની દવાઓ સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે દિવસથી દર્દીની સ્થિતિમાં ખાસ ફેરફાર થયો નથી. તેમની હાલત ગંભીર છે અને તેઓ હજુ ભાનમાં આવ્યા નથી.

ADVERTISEMENT
ડૉ.પારુલ વડગામા (સુપ્રિટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ)
ભાઈને મળવા ચૈતર વસાવાએ હાઈકોર્ટમાં કરી અરજી
ADVERTISEMENT
શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેમના મોટા ભાઈ ચૈતર વસાવાએ તેમને મળવા માટે હાઈકોર્ટમાં વચગાળાના જામીનની અરજી કરી છે. અરજીમાં નાના ભાઈની ગંભીર તબિયત અને હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારનો ઉલ્લેખ કરીને તેમને મળવા માટે રાહત માગવામાં આવી છે.
શું છે ચૈતર વસાવા સામેનો કેસ?
ADVERTISEMENT
નવેમ્બર 2023માં જમીન સંબંધિત વિવાદમાં વન વિભાગના અધિકારીને ઘરે બોલાવી માર મારવા, ધમકાવવા અને હવામાં ગોળીબાર કરવા સહિતના આરોપોસર નર્મદા પોલીસે ચૈતર વસાવા, તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે IPCની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં નર્મદા કોર્ટ દ્વારા ચૈતર વસાવા, તેમનાં પત્ની શકુંતલા વસાવા સહિત કુલ 9 આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 23 જૂન, 2026ના રોજ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા.
વિધાનસભા સત્રમાં હાજરી માટે મળ્યા હતા જામીન
સપ્ટેમ્બર 2026માં વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે ચૈતર વસાવાને હાઈકોર્ટ દ્વારા સાત દિવસના જામીન આપવામાં આવ્યા હતા. હવે નાના ભાઈની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને તેમણે ફરી વચગાળાના જામીન માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ અરજી પર હાઈકોર્ટનો નિર્ણય શું આવે છે તેના પર સૌની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.