ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / નવા કર્મચારીઓને મોદી સરકાર આપશે ₹ 15,000, બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ

નેશનલ / નવા કર્મચારીઓને મોદી સરકાર આપશે ₹ 15,000, બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ

Published By: Jinal Chauhan

Last Updated: 09:25 AM, 18 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા પાત્ર કર્મચારીઓને ₹15,000 સુધીની નાણાકીય સહાય મળી શકે છે. આ રકમ બે હપ્તામાં મળશે, પરંતુ બીજા હપ્તા માટે EPFO પોર્ટલ પર નાણાકીય સાક્ષરતાનો કોર્સ પૂર્ણ કરવો જરૂરી છે.

ADVERTISEMENT

નોકરીની શરૂઆત કરનારા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ ₹15,000 સુધીની નાણાકીય સહાય મેળવવાની તક છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ મળતી આ સહાયનો લાભ લેવા માટે EPFOના સભ્ય બનવા સહિતની શરતો પૂરી કરવી પડશે. બીજી હપ્તાની રકમ મેળવવા માટે EPFO પોર્ટલ પર નાણાકીય સાક્ષરતાનો કોર્સ પણ પૂર્ણ કરવો જરૂરી છે.

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શું છે?

કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY)નો હેતુ દેશમાં રોજગારીની તકો વધારવાનો અને યુવાનોને ઔપચારિક રોજગાર સાથે જોડવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા પાત્ર કર્મચારીઓને એક મહિનાના EPF પગારના આધારે વધુમાં વધુ ₹15,000 સુધીનું પ્રોત્સાહન આપવામાં આવે છે. આ રકમ બે હપ્તામાં ચૂકવવામાં આવે છે.

બે હપ્તામાં મળશે ₹15,000ની સહાય

યોજનાનો પ્રથમ હપ્તો છ મહિનાની સતત નોકરી પૂર્ણ થયા બાદ આપવામાં આવે છે. આ હપ્તાની રકમ વધુમાં વધુ ₹7,500 સુધીની હોઈ શકે છે. કર્મચારીનો EPF પગાર અને લાગુ પડતી શરતોના આધારે વાસ્તવિક રકમ નક્કી થાય છે.બીજો હપ્તો 12 મહિનાની નોકરી પૂર્ણ કર્યા બાદ અને નાણાકીય સાક્ષરતાનો નિર્ધારિત કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી મળે છે. આ માટે નોકરીદાતાએ કર્મચારીના 12 પૂર્ણ થયેલા મહિનાના EPF યોગદાનની વિગતો પણ જમા કરાવેલી હોવી જરૂરી છે. બીજી હપ્તાની રકમનો કેટલોક ભાગ નિર્ધારિત સમયગાળા માટે બચત ખાતા અથવા અન્ય યોગ્ય બચત સાધનમાં રાખવામાં આવી શકે છે.

EPFO-new-ogo

કોણ લઈ શકે છે આ યોજનાનો લાભ?

આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારી પહેલીવાર EPFO અથવા માન્ય છૂટપ્રાપ્ત PF ટ્રસ્ટનો યોગદાન આપતો સભ્ય બનતો હોવો જોઈએ. તેની નોકરીમાં જોડાવાની તારીખ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે હોવી જરૂરી છે. આ ઉપરાંત કર્મચારીનો માસિક પગાર ₹1 લાખ સુધીનો હોવો જોઈએ અને તે ભારતીય નાગરિક હોવો જોઈએ.કર્મચારીનું UAN આધારિત ફેસ ઓથેન્ટિકેશન પણ નિર્ધારિત પ્રક્રિયા મુજબ થયેલું હોવું જરૂરી છે. આ પ્રક્રિયા UMANG એપ દ્વારા પૂર્ણ કરી શકાય છે. સહાય મેળવવા માટે આધાર સાથે જોડાયેલું બેંક ખાતું અને યોજનાની અન્ય શરતો પૂરી કરવી જરૂરી છે.

બીજા હપ્તા માટે નાણાકીય સાક્ષરતાનો કોર્સ ફરજિયાત

EPFO પોર્ટલ પર ઉપલબ્ધ નાણાકીય સાક્ષરતાનો કોર્સ આ યોજનાની બીજી હપ્તાની સહાય મેળવવા માટે જરૂરી છે. આ કોર્સ દ્વારા કર્મચારીઓને નાણાંનું વ્યવસ્થાપન, બચત અને રોકાણ જેવી બાબતોની સમજ આપવામાં આવે છે.માત્ર કોર્સ પૂર્ણ કરવાથી જ બીજી હપ્તાની રકમ મળતી નથી. કર્મચારીએ 12 મહિનાની નોકરી પૂર્ણ કરવા સહિતની અન્ય શરતો પણ પૂરી કરવી પડે છે. તેથી લાભાર્થીઓએ પોતાના EPF રેકોર્ડ અને યોગદાનની વિગતો પણ તપાસવી જોઈએ.

vtv app promotion

આ પણ વાંચોઃ PM કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોની જાણી લેજો લેટેસ્ટ અપડેટ

કઈ તારીખ વચ્ચે નોકરી મેળવનાર કર્મચારીઓ પાત્ર છે?

યોજનાના નિયમો મુજબ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 દરમિયાન નોકરીમાં જોડાનારા અને પહેલીવાર EPFOના યોગદાન આપતા સભ્ય બનનારા કર્મચારીઓ આ સહાય માટે પાત્ર બની શકે છે. અગાઉ EPFOના યોગદાન આપતા સભ્ય રહી ચૂકેલા કર્મચારીઓ માટે આ જોગવાઈ હેઠળ પ્રથમવાર નોકરી મેળવનારા કર્મચારીને મળતી સહાય લાગુ પડતી નથી.યોજનામાં નોકરીદાતાઓ માટે પણ અલગ પ્રોત્સાહન છે. વધારાની રોજગારી ઊભી કરીને નિર્ધારિત શરતો પૂરી કરનારા નોકરીદાતાઓને દરેક પાત્ર નવા કર્મચારી દીઠ દર મહિને ₹3,000 સુધીનું પ્રોત્સાહન મળી શકે છે. જોકે, કર્મચારીને મળતી ₹15,000 સુધીની સહાય અને નોકરીદાતાને મળતું પ્રોત્સાહન યોજનાના અલગ ભાગ હેઠળ આપવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

EPFO Eligibility EPFO 15000 Scheme PM Viksit Bharat Rozgar Yojana,

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ