ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:39 AM, 18 October 2026
ADVERTISEMENT
ગુજરાતમાં અલગ-અલગ ત્રણ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. અરવલ્લીના ભિલોડા પાસે બે બાઇક વચ્ચેની ટક્કરમાં બાળકી સહિત ત્રણનાં મોત થયાં છે. જ્યારે બનાસકાંઠાના વડગામમાં અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયાં છે. બીજી તરફ મહેસાણાના ખેરાલુમાં ડમ્પર, કાર અને બાઇક વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ADVERTISEMENT
અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધોલવાણી નજીક સીલાસણ રોડ પર બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હિંમતનગર રીફર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના વડગામના મોરિયા નજીક ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની જાણ થતાં જ વડગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
મહેસાણા જિલ્લાના ખેરાલુમાં વે વેઇટ ચોકડી પાસે ડમ્પર, કાર અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડમ્પરે કારને ટક્કર મારતાં કાર ઘસડાઈ હતી અને ત્યારબાદ બાઇક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટક્કરને કારણે કારને ભારે નુકસાન થયું હતું, જ્યારે બાઇકને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભયાનક ટ્રેજેડી : બેકાબૂ ટ્રકે મચાવી તબાહી, મંદિર જઈ રહેલા શ્રદ્ધાળુઓને કચડ્યા, 12થી વધુના મોત
ADVERTISEMENT
આ અકસ્માતમાં કારચાલક હિતેન્દ્ર મોદી અને તેમનાં પત્ની રમીલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.
ગુજરાતમાં અલગ-અલગ સ્થળે સર્જાયેલા આ ત્રણ અકસ્માતોએ માર્ગ સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. અરવલ્લી અને બનાસકાંઠામાં સાત લોકોનાં મોત થતાં પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બીજી તરફ મહેસાણાના ખેરાલુમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્રણેય ઘટનાઓને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખેરાલુના અકસ્માતમાં ડમ્પરચાલક સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની માહિતી છે. જોકે, અકસ્માતોની સંપૂર્ણ વિગતો અને તપાસનાં અંતિમ તારણો સામે આવ્યા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ