ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / મહિલા એશિયા કપમાં ભારતનો વિજયી પ્રારંભ: થાઈલેન્ડને 94 રને કચડ્યું

Asia Cup / મહિલા એશિયા કપમાં ભારતનો વિજયી પ્રારંભ: થાઈલેન્ડને 94 રને કચડ્યું

Published By: Pravin Joshi

Last Updated: 11:55 PM, 30 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા એશિયા કપ T20 ની પ્રથમ મેચમાં ભારતે થાઈલેન્ડને 94 રનથી હરાવી વિજયી શુભારંભ કર્યો છે. શેફાલી વર્માની આક્રમક ઈનિંગ અને દીપ્તિ શર્મા તથા નંદિની શર્માની બોલિંગની મદદથી શાનદાર જીત થઈ છે.

ADVERTISEMENT

મહિલા એશિયા કપ T20 ટુર્નામેન્ટમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે વિજયી ધમાકા સાથે પોતાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. ટીમે પ્રથમ મેચમાં જ થાઈલેન્ડને એકતરફી મુકાબલામાં 94 રનના વિશાળ માર્જિનથી પરાજય આપ્યો છે. ભારતીય બોલરોના ઘાતક પ્રદર્શન સામે થાઈલેન્ડની આખી ટીમ માત્ર 65 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ઓપનર શેફાલી વર્માએ વિસ્ફોટક ઈનિંગ રમી હતી. શેફાલીએ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવતા માત્ર 26 બોલમાં અર્ધશતક પૂરી કરી હતી. તેણે 36 બોલમાં 64 રનની ધુઆંધાર ઈનિંગ રમી હતી, જેના બળે ભારતે પાવરપ્લેના 6 ઓવરમાં 1 વિકેટે 65 રન બનાવી મહિલા એશિયા કપના ઈતિહાસનો પાવરપ્લેનો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, મધ્યક્રમમાં કેપ્ટન હરમનપ્રીત (5 રન) અને ઋચા ઘોષ (૦) સસ્તામાં આઉટ થતાં ઈનિંગ થોડી લડખડાઈ હતી, પરંતુ અંતમાં ક્રાંતિ ગૌડના અણનમ 15 રનની મદદથી ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 157 રન બનાવ્યા હતા. આ મેચથી ટી20 આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનાર પ્રતિકા રાવલે 22 રનનું યોગદાન આપ્યું હતું.

160 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ ભારતીય સ્પિન બોલિંગ સામે ટકી શકી નહોતી. પોતાની 150મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલી દીપ્તિ શર્માએ અદ્ભુત સ્પેલ ફેંકતા એક પણ રન આપ્યા વિના (3-1-૦-3) 3 વિકેટ ઝડપી હતી. નંદિની શર્માએ પણ 3 મહત્વની વિકેટો ઝડપી થાઈલેન્ડને 16.1 ઓવરમાં માત્ર 65 રને સમટી દીધું હતું.

આ પણ વાંચોઃ માત્ર ₹2 કરોડના બજેટમાં બનેલી ‘હનુમાન અંશ’એ બોક્સ ઓફિસ પર મચાવ્યો ધમાલ, કમાણી ₹12 કરોડ પાર

સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ

મેચ દરમિયાન ભલે ઓપનર સ્મૃતિ મંધાના 19 રન બનાવી આઉટ થઈ ગઈ હોય, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં એક મોટો ઈતિહાસ રચી દીધો છે. મંધાના હવે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વની બીજી ક્રમાંકની બેટ્સમેન બની ગઈ છે. તેણે ન્યુઝીલેન્ડની સુજીબેટ્સ (10,740 રન) ને પાછળ છોડી દીધી છે. હવે સ્મૃતિથી આગળ માત્ર ભારતની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ (10,868 રન) જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WomensAsiaCup ShafaliVerma INDvTHA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ